________________
૧૦૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- शरीरमेव कंचुकं तेन संवृतः सम्यक् प्रच्छादितो ज्ञानमेव विग्रहः स्वरूपं यस्य। शरीरसामान्योपादानेऽप्यत्र कार्मणशरीरमेव गृह्यते। तस्यैव मुख्यवृत्त्या तदावरकत्वोपपत्तेः। इत्थंभूतो बहिरात्मा नात्मानं बुध्यते। तस्मादात्मस्वरूपानवबोधाम् अतिचिरं बहुतरकालं भवे સંસારે પ્રમતા ૬૮ જાણતો નથી; (તસ્માતુ) તેથી (ગતિવિર) બહુ લાંબા કાળ સુધી (ભવે ) સંસારમાં તે ( શ્રમતિ) ભમે છે.
ટીકા : શરીર તે જ કંચુક (કાંચળી)-તેનાથી ઢંકાએલું એટલે સારી રીતે આચ્છાદિત થએલું જ્ઞાનરૂપી શરીર અર્થાત્ સ્વરૂપ જેનું, [ અહીં શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં કાર્માણ શરીરનું જ પ્રશ્ન સમજવું, કારણ કે તેની જ મુખ્ય વૃત્તિએ તેના આવશ્યકપણાની ઉપપત્તિ છે અર્થાત્ તે આવરણરૂપ છે.) એવો બહિરાત્મા આત્માને જાણતો નથી; તેથી આત્મસ્વરૂપ નહિ જાણવાના કારણે તે અતિ ચિરકાળ-બહુ બહુ કાળ સુધી ભવમાં એટલે સંસારમાં ભમે છે.
ભાવાર્થ : વાસ્તવમાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ તેનું શરીર છે, પરંતુ અનાદિ કાળથી સંસારી આત્માને કાર્માણ શરીર સાથે એકપણાના અધ્યાસથી તેનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. તેવા બહિરાત્માને આત્માના યથાર્થસ્વરૂપનું જ્ઞાન નથી, તેથી તે સંસારમાં ચિરકાળ સુધી ભમ્યા કરે છે.
અહીં કાંચળીનું દષ્ટાંત સ્થૂલતાની અપેક્ષાએ છે, કારણ કે જેવી રીતે કાંચળી સર્પના ઉપરના ભાગમાં રહે છે, તેવી રીતે કાર્માણ શરીરનો સંબંધ આત્મા સાથે નથી, પરંતુ પાણીમાં નિમક જેમ મળી જાય છે, તેમ બંનેનો એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ છે. ૧
વિશેષ આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે, પણ તે પ્રવાહરૂપે છે. જ્યારે અજ્ઞાનવશ જીવ કર્મના ઉદયમાં જોડાય છે તે જ સમયે ઉદયમાં આવેલાં કર્મ ખરે છે અને નવાં કર્મ સ્વયં બંધાય છે. એમ કર્મ-સંતતિ પ્રવાહરૂપે ચાલુ રહે છે. જો જીવ કર્મના ઉદયમાં ન જોડાય તો નવાં કર્મ બંધાતાં નથી અને જૂનાં કર્મ ખરી જાય છે.
જ્યાં સુધી જીવ પોતાની વિપરીત માન્યતા ટાળતો નથી, ત્યાં સુધી દર્શનમોહનીય કર્મનો પ્રવાહ ચાલુ રહે છે અને જીવ તેના ઉદયમાં જોડાતો રહે છે, અને તેથી સંસારમાં રખડયા જ કરે છે.
દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં, શુદ્ધાત્મસ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને (જીવ) જ્યારે
૧.
સર્પની કાંચળી તેના શરીરથી જુદી થવા યોગ્ય ન હોય ત્યાં સુધી તે સર્પના શરીર સાથે સંલગ્ન (ચોંટેલી) રહે છે, તેમ અજ્ઞાની જ્યાં સુધી કાર્માણ શરીર સાથે એકતા કરે છે ત્યાં સુધી કર્મો સાથે બંધ ચાલુ રહે છે; જેમ સર્પની કાંચળી તેના શરીર સાથે ચાલુ રહે છે તેમ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com