________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૯૭ कर्तृ। आत्मनि यावत्सम्बन्धं गृह्णीयात्स्वीकुर्यादित्यर्थः। तावत्संसारः। एतेषां कायवाक्चेतसां भेदाभ्यासे तु आत्मनः सकाशात् कायवाक्चेतांसि भिन्नानीति भेदाभ्यासे भेदभावनायां तु પુનર્નિવૃત્તિ: મુવાડા દ્રારા
કાય-વાણી-મનનો સંબંધ ગ્રહણ કરે-સ્વીકાર કરે, એવો અર્થ છે-ત્યાં સુધી સંસાર છે, પણ એ કાય-વાણી-મનના ભેદનો અભ્યાસ થતાં અર્થાત્ આત્માથી કાય-વાણી-મન ભિન્ન છે એવો ભેદનો અભ્યાસ થતાં એટલે ભેદભાવના થતાં નિવૃત્તિ એટલે મુક્તિ થાય છે.
ભાવાર્થ: જ્યાં સુધી જીવને મન-વચન-કાયમાં આત્મબુદ્ધિ રહે છે, તેને આત્માનાં અંગ સમજે છે એટલે કે તેની સાથે અભેદબુદ્ધિ-એકતાબુદ્ધિ કરે છે, ત્યાં સુધી તે સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે, પરંતુ જ્યારે તેને મન-વચન-કાયમાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય છે, અર્થાત્ તે ત્રણે “આત્માથી ભિન્ન છે” એવો નિશ્ચયપૂર્વક અનુભવનો અભ્યાસ થાય છે, ત્યારે તે સંસારના બંધનથી મુક્તિ પામે છે.
વિશેષ જ્યાં શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે ત્યાં એકતાબુદ્ધિ છે. જ્યાં એકતાબુદ્ધિ હોય છે, ત્યાં કર્તા-ભોક્તા બુદ્ધિ અવશ્ય હોય છે અને જ્યાં કર્તા-બુદ્ધિ છે, ત્યાં સંસારના કારણભૂત રાગાદિ ભાવ અનિવાર્યપણે હોય છે. એ રીતે શરીરાદિ પર પદાર્થોમાં આત્મ-બુદ્ધિ તે જ સંસારનું કારણ છે અને આત્મા તથા શરીરાદિનો ભેદ-વિજ્ઞાનપૂર્વક દઢ અભ્યાસ તે મુક્તિનું કારણ છે.
મન-વચન-કાયની પ્રવૃત્તિ એ સંસારનું કારણ નથી, કારણ કે તે જડની ક્રિયા છે, પરંતુ તેમાં આત્મબુદ્ધિ-એકતાબુદ્ધિ કરવી તે સંસારનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં “સ્વયુદ્ધય’ શબ્દથી આ વાત સૂચિત થાય છે.
કર્મબંધ કરનારું કારણ, નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલન સ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારનાં કારણો કે નથી ચેતનઅચેતનનો ઘાત. “ઉપયોગભૂ” અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ છે.'
માટે શરીરાદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા તે સંસારનું કારણ છે અને તે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ અર્થાત્ કર્તાબુદ્ધિનો અભાવ તે મોક્ષનું કારણ છે. ૬૨.
૧.
જુઓ – શ્રી સમયસાર કલશ ૧૬૪ અને ગા. ૨૩૭ થી ૨૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com