________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮]
સમાધિતંત્ર शरीरादावात्मनो भेदाभ्यासे च शरीरदृढतादौ नात्मनो दृढतादिकं मन्यते इति दर्शयन् धनेत्यादि श्लोकचतुष्टयमाह
घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेप्यात्मानं न घनं मन्यते बुध: ।। ६३।।
टीका- घने निविडावयवे वस्त्रे प्रावृते सति आत्मानं घनं दृढावयवं यथा बुधो न मन्यते। तथा स्वदेहेऽपि घने दृढे आत्मानं घनं दृढं बुधो न मन्यते ।। ६३ ।।
“શરીરાદિમાં આત્માનો ભેદાભ્યાસ થતાં, તે (અન્તરાત્મા) શરીરની દઢતાદિ થતાં આત્માની દઢતાદિક માનતો નથી, એમ બતાવી “ઘન' ઇત્યાદિ ચાર શ્લોક કહે છે :
શ્લોક ૬૩
અન્વયાર્થ : (યથા) જેવી રીતે (ઘને વચ્ચે) જાડું વસ્ત્ર પહેરવાથી (વધ:) બુદ્ધિમાન પુરુષ (માત્માનં) પોતાને એટલે પોતાના શરીરને (ઘનં) જાડો-પુષ્ટ (ન મન્યત્વે) માનતો નથી, (તથા ) તેવી રીતે (સ્વવેદે કપિ ઘને) પોતાનું શરીર જાડું-પુષ્ટ થવા છતાં, ( gધ:) અન્તરાત્મા (માત્માનં) આત્માને (ઘ ન મ તે ) જાડો-પુષ્ટ માનતો નથી.
ટીકા : ઘન એટલે ગાઢું (જાડું) વસ્ત્ર પહેરવાથી, જેમ બુધ (ડાહ્યો પુરુષ) પોતાને (શરીરને) જાડો-પુષ્ટ માનતો નથી, તેમ પોતાનું શરીર જાડું-પુષ્ટ થવા છત્તાં બુધ (અન્તરાત્મા) આત્માને જાડો-પુષ્ટ માનતો નથી.
ભાવાર્થ : જેમ જાડું વસ્ત્ર પહેરવાથી, ડાહ્યો માણસ, પોતાને જાડો થએલો માનતો નથી, તેમ શરીર જાડું થતા, આત્મા જાડો થયો, એમ અત્તરાત્મા કદી માનતો નથી.
જેમ શરીર અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે. આમ છતાં દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે; આ ભ્રાન્તિથી તે સારા ખોરાકાદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે; પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે તે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. તેને શરીર અને આત્મા–બંનેનું ભેદજ્ઞાન વર્તે છે; તેથી તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ પોતાના આત્માની પુષ્ટિ માને છે. ૬૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com