________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૯૫ कुतोऽसौ शरीरादिविषये निवृत्तभूषणमण्डनादिकौतुक इत्याह -
न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्धयः ।
निग्रहानुग्रहधियं तथाप्यत्रैव कुर्वते ।। ६१।। टीका- सुखदुःखानि न जानन्ति। कानि ? शरीराणि जडत्वात्। अबुद्धयो बहिरात्मनः तथापि यद्यपि न जानन्ति तथापि अत्रैव शरीरादावेव कुर्वते। कां? निग्रहानुग्रहधियं द्वेषवशादुपवासादिना शरीरादे: कदर्थनाभिप्रायो निग्रहबुद्धिं रागवशात्कटककटिसूत्रादिना ભૂષામપ્રાયોડનુદવુદ્ધિમ શા દ્દશા
શ્લોક ૬૧ અન્વયાર્થ : અન્તરાત્મા વિચારે છે કે-(શરીરાળિ) શરીરો (સુર–૬:વાનિ ન નાન7િ) સુખ તથા દુ:ખને જાણતા નથી. (તથાપિ) તેમ છતાં (સવુદ્ધય.) મૂઢ જીવો (મંત્ર વ) એમાં જ એટલે એ શરીરોમાં જ (નિગ્રહનુગ્રથિય) નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ (વર્વત) કરે છે.
ટીકા : સુખ દુઃખ જાણતાં નથી. કોણ (જાણતાં નથી)? શરીરો જડપણાને લીધે ( જાણતાં નથી); બુદ્ધિ વિનાના બહિરાત્માઓ, તેમ છતાં અર્થાત્ (શરીરો ) જાણતાં નથી તેમ છતાં, એમાં જ એટલે શરીરાદિમાં જ કરે છે. શું કરે છે)? નિગ્રહ–અનુગ્રહની બુદ્ધિ (કરે છે) -અર્થાત્ વૈષને આધીન થઈ ઉપવાસાદિદ્વારા શરીરાદિને કૃશ કરવાનો અભિપ્રાય તે નિગ્રહ-બુદ્ધિ અને રાગને આધીન થઈ કંકણ, કટિસૂત્રાદિ વડે (શરીરાદિને) ભૂષિત કરવાનો (શણગારવાનો) અભિપ્રાય તે અનુગ્રહ-બુદ્ધિ (કરે છે).
ભાવાર્થ : શરીરો અચેતન-જડ છે. તેમને સુખ-દુ:ખ નથી, તેમ જ તેમને જ્ઞાન નથી; તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ દ્રષવશ ઉપવાસાદિકારા તેમને (શરીરોને) નિગ્રહ કરવાની અર્થાત્ કૃશ કરવાની બુદ્ધિ કરે છે અને રાગવશ તેમને કંકણ, કટિસૂત્ર (કંદોરો), આદિ વડે વિભૂષિત કરી અનુગ્રહ (કૃપા) કરવાની બુદ્ધિ કરે છે.
બહિરાત્માને દેહાધ્યાસ છે એટલે દેહમાં તેને આત્મબુદ્ધિ છે; તેથી તેને શરીરાદિ વિષે નિગ્રહ-અનુગ્રહ બુદ્ધિ રહે છે, પરંતુ અન્તરાત્માને ભેદજ્ઞાન વર્તે છે. તે આત્માને શરીરાદિથી અત્યંત ભિન્ન માને છે. તેને તેની સાથે એકતા બુદ્ધિ નથી, તેથી તેને શરીરાદિ વિષે રાગદ્વેષ કે અનુગ્રહ-નિગ્રહબુદ્ધિનો શ્રદ્ધામાં અભાવ હોય છે. અસ્થિરતાને લીધે શરીરાદિ શણગારવાનો રાગ આવે, પણ અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી, તેને તે દોષ માને છે, એટલે તે શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉદાસીન હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com