________________
૯૪ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
कथम्भूतः? पिहितज्योतिर्मोहाभिभूतज्ञानः क्व ? अन्तरे अन्तस्तत्त्वविषये। प्रबुद्धात्मा मोहानभिभूतज्ञान अन्तस्तुष्यति स्वस्वरूपे प्रीतिं करोति । किं विशिष्ट: सन् ? बहिर्व्यावृत्तकौतुकः शरीरादौ निवृत्तानुरागः।। ६०।।
જ્ઞાન પરાભવ પામ્યું છે. ક્યાં? અંતરંગમાં એટલે અન્તર-તત્ત્વના વિષયમાં. પ્રબુદ્ધાત્મા એટલે જેનું જ્ઞાન મોહથી અભિભૂત થયું નથી (પરાભવ પામ્યું નથી ) તેવો (આત્મસ્વરૂપમાં જાગૃત ) આત્મા, અંતરંગમાં સંતોષ કરે છે-સ્વ-સ્વરૂપમાં પ્રીતિ કરે છે, કેવો થઈને ? બાહ્યમાં કૌતુકરહિત થઈને-શરીરાદિમાં અનુરાગરહિત થઈને (આત્મસ્વરૂપમાં પ્રીતિ કરે છે).
ભાવાર્થ : જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો કે, ‘તમે બહિરાત્માને આત્મસ્વરૂપનો બોધ કેમ કરતા નથી ? તેના પ્રત્યુત્તરમાં એમ કહ્યું કેઃ
(૧) બહિરાત્માઓ વસ્તુસ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. તેઓ એટલા મૂઢ છે કે તેમને બોધ કરો કે ન કરો, તેમને માટે બધું સરખું છે. (જુઓઃ શ્લોક ૫૮)
(૨) આત્મસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે. તે શબ્દોદ્વારા બીજાને સમજાવી શકાય નહિ અને તે સમજે પણ નહિ, એટલે તેમને બોધ કરવો વ્યર્થ છે. (જુઓઃ શ્લોક ૫૯)
(૩) આ શ્લોક ૬૦ માં કહ્યું છે :
અનાદિ મિથ્યાત્વને લીધે બહિરાત્માને સ્વ-૫૨નું ભેદ-વિજ્ઞાન નથી, તેને આત્મસ્વરૂપનું ભાન નથી; તેથી તે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જ આનંદ માને છે, તેમાં જ અનુરાગ કરે છે, પણ આત્મસ્વરૂપનો મહિમા લાવી તેમાં પ્રીતિ કરતો નથી. તેનું કારણ-અવિધાના ગાઢ સંસ્કારથી તેનું જ્ઞાન મુર્છાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે; તે છે.
અન્તરાત્માને વિવેક-જ્યોતિ પ્રગટ થઈ છે, તેથી તેને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં પ્રીતિ નથી. તેમાં તેને કયાંય સુખ ભાસતું નથી. તે તરફ તે બહુ ઉદાસીન રહે છે. તે ત્યાંથી હઠી સ્વસન્મુખ થઈ આત્મસ્વરૂપમાં સ્થિત થવા માટે સદા પ્રયત્નશીલ છે. જ્યાં એને આવી જ્ઞાનદશા વર્તતી હોય, ત્યાં બીજાઓને બોધ દેવાનું તેને કેમ ગમે ? ન જ ગમે. ૬૦.
કયા કારણે તે ( અન્તરાત્મા) શરીરાદિ વિષયમાં ભૂષણ-મંડનાદિમાં અનુરાગરહિત (ઉદાસીન ) હોય છે ? તે કહે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com