________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[૯૩ बोधितेऽपि चान्तस्तत्त्वे बहिरात्मनो न तत्रानुरागः सम्भवति । मोहोदयात्तस्य बहिरर्थ एवानुरागादिति दर्शयन्नाह
बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे ।
तुष्यत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत्तकौतुकः ।। ६० ।। टीका- बहि: शरीराद्यर्थे तुष्यति प्रीतिं करोति । कौऽसौ ? मूढात्मा
હું બીજાઓને શબ્દોદ્વારા આત્મસ્વરૂપ સમજાવવા ઇચ્છું, તો વિકલ્પ-રાગ ઉત્પન્ન થાય છે અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી; અર્થાત્ શબ્દોદ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહિ.
વળી જે આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તે બીજાને શબ્દોદ્વારા સમજાય તેવું નથી. તે તો કેવળ સ્વસંવેદનથી જ અનુભવમાં આવે તેવું છે. તેથી બીજાને તેનો બોધ કરવો વ્યર્થ છે.
આત્મસ્વરૂપ સ્વસંવેદનગોચર છે. તે શબ્દોદ્વારા કે વિકલ્પદ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી અને બીજાઓ શબ્દાદિ બાહ્ય સાધનથી તે કદી સમજી શકે પણ નહિ. જેમ મેં સ્વસંવેદનથી આત્માને અનુભવ્યો તેમ બીજાઓ પણ તે સ્વસંવેદનથી જ અનુભવી શકે. માટે બીજાઓને આત્મસ્વરૂપનો બોધ આપવાનો વિકલ્પ છોડી સ્વરૂપમાં સાવધાન રહેવું તે જ યોગ્ય છે. ૫૯.
આત્મસ્વરૂપનો બોધ આપવા છતાં બહિરાત્માને તેમાં અનુરાગ સંભવતો નથી; મોહના ઉદયથી તેને બાહ્ય પદાર્થમાં જ અનુરાગ હોય છે–એમ દર્શાવતાં કહે છે :
શ્લોક ૬૦
અન્વયાર્થ : (અન્તરે વિહિતખ્યોતિ:) અંતરંગમાં જેની જ્ઞાનજ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ તેવો (મૂઢાત્મા) બહિરાત્મા (વૃત્તિ:) બાહ્યમાં એટલે શરીરાદિ ૫૨ પદાર્થોમાં (તુતિ) સંતુષ્ટ રહે છે-અનુરાગ કરે છે; પરંતુ (પ્રબુદ્ધાત્મા) જેને સ્વરૂપ-વિવેક જાગૃત થયો છે તેવો અન્તરાત્મા ( વહિવ્યવૃત્તૌતુ :) બાહ્ય શરીરાદિ પદાર્થોમાં કૌતુક (અનુરાગ રહિત થઈ (અન્ત:) અંતરંગ આત્મસ્વરૂપમાં (તુતિ) સંતોષ કરે છે.
૧.
ટીકા : બાહ્યમાં એટલે શરીરાદિ પદાર્થમાં તે સંતોષ કરે છે-પ્રીતિ કરે છે. કોણ તે?
મૂઢાત્મા (બહિરાત્મા ). તે કેવો છે? જેની જ્યોતિ ઢંકાઈ ગઈ છે, અર્થાત્ મોથી જેનું
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ( શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘ અપૂર્વ અવસર ’- ૨૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com