________________
૯૨ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર વિ -
यद्बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः ।
ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ।। ५९ ।। टीका- यद् विकल्पाधिरूढमात्मस्वरूपं देहादिकं वा बोधयितुं ज्ञापयितुमिच्छामि। तन्नाहं तत्स्वरूपं नाहमात्मस्वरूप परमार्थतो भवामि। यदहं पुनः यत्पुनरहं चिदानन्दात्मकं स्वसंवेद्यमात्मस्वरूपं। तदपि ग्राह्यं नान्यस्य स्वसंवेदनेन तद्नुभूयते इत्यर्थः। तत्किमन्यस्य बोधये तत्तस्मात्किं किमर्थं अन्यस्यात्मस्वरूपं बोधयेहम्।। ५९।।
સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. ૫૮.
વળી :
શ્લોક ૫૯ અન્વયાર્થ : (૧) જેને એટલે વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપને અથવા દેહાદિકને (વોથિયિતું) સમજાવવાને (રૂછામિ) હું ઇચ્છું છું (તત્ ) તે ( દં) હું નથી અર્થાત્ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. (પુન:) વળી ( ) જે એટલે જ્ઞાનાનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મસ્વરૂપ (મઉં) હું છું (ત9િ), તે પણ (અન્યરચ) બીજાને (ગ્રાહ્ય ) ગ્રાહ્ય નથી; (ત ) તેથી (અન્ય) બીજાને (વિરું વોયે) હું શો બોધ કરું?
ટીકા : જેનો, અર્થાત્ વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપનો અથવા દેહાદિકનો હું બોધ કરાવવા ઇચ્છું છું જેને સમજાવવા ઇચ્છું છું, તે (તો) હું નથી, અર્થાત્ તે (વિકલ્પાધિરૂઢ સ્વરૂપ) હું નથી -પરમાર્થે આત્મસ્વરૂપ નથી. વળી જે હું અર્થાત્, વળી જે હું ચિદાનન્દમય સ્વસંવેદ્ય આત્મસ્વરૂપ છું; તે પણ બીજાને સ્વયંગ્રાહ્ય (સમજાય તેવું) નથી (કેમકે ) તે સ્વસંવેદનથી અનુભવાય છે.એવો અર્થ છે. તો બીજાને હું શો બોધ કરું? અર્થાત્ તેથી બીજાને હું શા માટે આત્મસ્વરૂપનો બોધ કરું?
ભાવાર્થ : મૂઢાત્માને આત્મસ્વરૂપનો બોધ આપવો વ્યર્થ છે; કારણ આપતાં જ્ઞાની કહે છે કે
છે જીવ વિધવિધ, કર્મ વિવિધ, લબ્ધિ છે વિધવિધ, અરે! તે કારણે નિજ-પર-સમય-સહ વાદ પરિહર્તવ્ય છે..... (૧૫૬)
(શ્રી નિયમસાર - ગુ. આવૃત્તિ ગા. ૧૫૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com