________________
[૯૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર બોધ કરવાનો (તેમને કહેવાનો) મારો શ્રમ વૃથા (વ્યર્થ) છે, અર્થાત્ તેમને તે સ્વરૂપ સમજાવવાનો મારો પ્રયાસ વિલ (ફોગટ) છે.
ભાવાર્થ : આત્માનુભવી જ્ઞાની જીવ વિચારે છે કે-જેમ મૂઢ જીવો અજ્ઞાનતાને લીધે વગર સમજાવ્ય આત્મસ્વરૂપ જાણતા નથી, તેમ તેમને આત્મસ્વરૂપ સમજાવવામાં આવે, તોપણ તેઓ મૂઢપણાને લીધે સમજવાના નથી; તેથી તેમને આત્મસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે; કારણ કે તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવો-બેઉ સરખું છે.
વિશેષ
જ્ઞાનીઓ મૂર્ખ જીવોને આત્મસ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે, કારણ કે :(૧) મૂર્ખ જીવો બહિર્મુખ હોય છે. તેમની દષ્ટિ બાહ્ય વિષયો તરફ જ હોય છે. તેમને
આત્મસ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા કે રુચિ લેતી નથી. તેઓ સદા વિષયોમાં જ રત
હોય છે. (૨) “હું બીજાઓને સમજાવી દઉં” એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી, કારણ કે તેઓ જાણે
છે કે કોઈ કોઈને સમજાવી શકે નહિ. તેમને બરાબર ખ્યાલમાં છે કે દરેક પદાર્થ પોતપોતાની મર્યાદામાં સ્વયં પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો વિશ્વનો અફર નિયમ છે. તેથી પર સંબંધમાં તેમને બિલકુલ કર્તા-બુદ્ધિ નથી.
અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઊઠે, પણ અભિપ્રાયમાં તેનો નિષેધ છે, કારણ કે ભાષા-વર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે-સ્વતંત્ર છે.
વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ તેઓ કદી માનતા નથી. (૪) મારું સ્વરૂપ તો જાણવું-દેખવું તે જ છે. તે સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જો કાંઈ
કરવાનો વિકલ્પ ઊઠે તો રાગ ઉત્પન્ન થાય. વાણીનો તો હું કદી કર્તા છું જ નહિ અને
વાસ્તવમાં વિકલ્પનો પણ કર્તા નથી. (૫) ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે; વાણી કે વિકલ્પ દ્વારા તે બીજાને સમજાવી શકાય તેવું
નથી.
માટે જ્ઞાની મુખ્યતયા બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં પડતા નથી. તેઓ તો સદા પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર રહે છે. કદાચ ઉપદેશાદિની વૃત્તિ ઊઠે તો તેની મુખ્યતા નથી; તે વખતે પણ તેમને ચૈતન્યસ્વરૂપની જ ભાવના હોય છે.
પરોપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ-એ શુભ રાગ છે. તે આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે. માટે આ રાગના વ્યામોહમાં પડી જ્ઞાની કદી આત્મહિત ભૂલતા નથી.
“જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ, વગેરે અનેક પ્રકારનાં છે. તેથી સર્વ જીવો જુઓ - મોક્ષમાર્ગ પ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૯૨; ૩૦૮. શ્રી સમયસાર - ગુ. આવૃત્તિ - ગા. ૧૦૩; ૩૭૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com