________________
૯૦ ]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
नन्वेवमात्मतत्त्वं स्वयमनुभूय मूढात्मनां किमिति न प्रतिपाद्यते येन तेऽपि तज्जानन्त्विति वदन्तं प्रत्याह
अज्ञापितं न जानन्ति यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ।। ५८ ।।
टीका- मूढात्मानो मां आत्मस्वरूपमज्ञापितमप्रतिपादितं यथा मूढात्मत्वात्। तथा ज्ञापितमपि मां ते मूढात्मत्वादेव न जानन्ति । ततः परिज्ञानाभावात्। तेषां मूढात्मनां सम्बंधित्वेन वृथा मे ज्ञापनश्रमो प्रतिपादनप्रयासः।। ५८ ।।
न जानन्ति तेषां सर्वथा विफलो मे
ક્રિયા તું કરી શકે છે એમ માને છે-એ તારો ભ્રમ છે. એ ભ્રમ છે. એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મબુદ્ધિએ જો, એટલે કે તે ૫૨ છે એમ જો; તે તું છે એવી આત્મબુદ્ધિથી ન જો. તારા આત્માને શરીરાદિથી નિરંતર ભિન્ન અનુભવ કર, બંનેની એકતાબુદ્ધિ છોડી દે. તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. તું તેમના શરીરને પણ તેમનો આત્મા માને છે. માટે તેમના આત્માને પણ તેમના શરીરથી ભિન્ન જાણ. શરીરને શરીર જાણ અને આત્માને આત્મા જાણ.
સ્વ-સ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વ-પરનું ભેદજ્ઞાન કરીશ નહિ ત્યાં સુધી શરીરાદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિ-એકતાબુદ્ધિ-મમત્વબુદ્ધિ-કર્તાબુદ્ધિ થયા વગર રહેશે નહિ અને તારા દુઃખનો અંત આવશે નહિ. માટે બહિરાત્મપણું છોડી આત્મસ્વરૂપમાં સ્થિર થા. એ જ સુખનો ઉપાય છે. ’ ૫૭.
એવી રીતે આત્મતત્ત્વને સ્વયં અનુભવીને મૂઢ આત્માઓને કેમ સમજાવતા નથી, જેથી તેઓ પણ તે જાણે ? એવું બોલનાર પ્રતિ કહે છે :
શ્લોક ૫૮
:
અન્વયાર્થ : જ્ઞાનીઓ વિચારે છે કે-(યથા) જેમ (મૂઢાત્માન:) મૂર્ખ અજ્ઞાની જીવો (અજ્ઞાપિતા) જાણ કરાવ્યા વિના (માં) મને એટલે મારા આત્મસ્વરૂપને (૬ નાનન્તિ) જાણતા નથી, (તથા ) તેમ (જ્ઞાપિતા) જાણ કરાવ્યા છતાં પણ (7 જ્ઞાનન્તિ) જાણતા નથી ( તત: ) તેથી (તેષમાં) તેમને–એ મૂઢ જીવોને (મે જ્ઞાપનશ્રમ:) બોધ કરવાનો મારો પરિશ્રમ (વૃથા) વ્યર્થ છે-નિષ્ફળ છે.
ટીકા : જેમ મૂઢ આત્માઓ મને એટલે આત્મસ્વરૂપને, વગર કહ્યે (વગર સમજાવ્યે ) મૂઢાત્મપણાને લીધે જાણતા નથી, તેમ કહ્યાં છતાં પણ તેઓ મને (આત્મસ્વરૂપને ) મૂઢાત્મપણાને લીધે જ જાણતા નથી; તેથી તેમને સર્વથા પરિજ્ઞાનનો અભાવ હોવાથી તે મૂઢાત્માઓના સંબંધમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com