________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- इन्द्रियार्थेषु पंचेन्द्रियविषयेषु मध्ये न तत्किञ्चिदस्ति यत् क्षेमङ्करमुपकारम्। कस्य ? आत्मनः। तथापि यद्यपि क्षेमङ्करं किञ्चिन्नास्ति। रमते रतिं करोति कोऽसौ ? बालो बहिरात्मा तत्रैव इन्द्रियार्थेष्वेव। कस्मात् ? अज्ञानभावनात् मिथ्यात्वसंस्कारवशात्। अज्ञानं भाव्यते जन्यते येनासावज्ञानभावनो मिथ्यात्वसंस्कारस्तस्मात्।।५५।। છતાં (વન:) અજ્ઞાની બહિરાભા (જ્ઞાનમાવના) મિથ્યાત્વના સંસ્કારને લીધે (તત્ર ઇવ) તેમાં જ એટલે તે ઇન્દ્રિયોના વિષયોમાં જ (રમત) રમે છે-આસક્ત થાય છે.
ટીકા : ઈન્દ્રિયોના પદાર્થોમાં એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો મળે એવું કાંઈ પણ નથી જે ક્ષેમકર (સુખકર) અર્થાત્ ઉપકારક હોય. કોને? આત્માને, તેમ છતાં અર્થાત્ જો કે કંઈ સુખકર નથી છતાં (તેમાં) રમે છે–રતિ કરે છે. કોણ છે? બાલ (અજ્ઞાની) અર્થાત્ બહિરાત્મા તેમાં જ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ (રમે છે ), શાથી? (રમે છે ) ? અજ્ઞાનભાવનાથી અર્થાત મિથ્યાત્વના સંસ્કારવશ (રમે છે), જેનાથી અજ્ઞાન જન્મ-પેદા થાય તે અજ્ઞાનભાવન એટલે મિથ્યાત્વના સંસ્કાર-તેનાથી (ઈન્દ્રિયોના વિષયોમાં રમે છે).
ભાવાર્થ : ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય, તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા, અનાદિકાળના અવિધાના સંસ્કારને લીધે, તેમાં રતિ કરે છે -આસક્ત રહે છે.
ઇન્દ્રિય-વિષયોનું સુખ તે સુખ નથી. વાસ્તવમાં તે દુ:ખ છે, કારણ કે તે પરાધીન છે, આકુળતાવાળું છે, અસ્થિર છે, ક્ષણભંગુર છે, વિચ્છિન્ન છે, પરિણામે દુઃસહુ છે અને બંધનું કારણ છે, તેમ છતાં અનાદિ મિથ્યાત્વના સંસ્કારવશ અજ્ઞાની તેની રુચિ કરે છે અને તેની પ્રાપ્તિ માટે ચિંતા કરી રાતદિન તેની પાછળ લાગ્યો રહે છે.
વિશેષ વિષયો હિતકારી કે સુખદાયી નથી. તેઓ “અકિંચિકર' છે.
“સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો “અકિંચિકર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે.
“જેમને વિષયોમાં રતિ છે, તેમને દુ:ખ સ્વાભાવિક જાણો; કારણ કે જો દુઃખ (તેમનો).
૧.
જુઓ - શ્રી પ્રવચનસાર ગાથા - ૭૬ અને ટીકા - ભાવાર્થ (ગુ. આવૃત્તિ) પરયુક્ત બાધાસહિત, ખંડિત, બંધકારણ વિષમ છે; જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે. (૭૬) શ્રી પ્રવચનસાર-ગા. ૬૭ નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com