________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૮૫ एवमवबुद्ध्यमानो मूढात्मा येषु विषयेष्वासक्तचित्तो न तेषु मध्ये किञ्चित्तस्योपकारकमस्तीत्याह
न तदस्तीन्द्रियार्थेषु यत्क्षेमङ्करमात्मनः ।
तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।। ५५ ।। ભાવાર્થ : વાસ્તવમાં શરીર અને વાણી એ પુદ્ગલની રચના છે, તે મૂર્તિક-જડ છે અને આત્મસ્વરૂપથી વિપરીત લક્ષણવાળાં છે, છતાં અજ્ઞાની બહિરાત્મા તેમાં આત્મ-બુદ્ધિ કરે છે, તેને આત્મા માને છે. એ એનો ભ્રમ છે. આ ભ્રાન્તિને લીધે તે શરીરાદિકની જ ભાવના કરે છે, આત્માની ભાવના કરતો નથી.
જ્ઞાની અંતરાત્માને જડ શરીરાદિક અને ચેતન આત્માના સ્વરૂપનું યથાર્થ ભેદ-જ્ઞાન છે. તે આત્માને શરીરાદિકથી ભિન્ન જાણે છે. તેને શરીરાદિકમાં આત્મપણાની ભ્રાન્તિ નથી. તે શરીરને શરીર અને આત્માને આત્મા જ સમજે છે, એકનો બીજામાં મેલાપ કરતો નથી. તેને આત્માના અલગ અસ્તિત્વનું ભાન છે; તેથી તે નિરંતર આત્માની જ ભાવના કરે છે.
વિશેષ દેહાદિ પર પદાર્થ છે તે પર જ છે. તેને પોતાના માનવાથી દુઃખ થાય છે, કિન્તુ આત્મા આત્મા જ છે અર્થાત્ આત્મા પદાર્થ પોતાનો છે, તે કદાચિત્ પણ દેહાદિરૂપ થઈ શકશે નહિ. તેના આશ્રયે જ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મહાપુરુષો તેને માટે જ ઉદ્યમશીલ હોય છે.”
હું એક છું, શુદ્ધ છું, અરૂપી જ્ઞાન-દર્શનમય છું, બીજું કંઈ -એક પરમાણુમાત્ર પણ મારું નથી, એમ જ્ઞાની વિચારે છે.
આવી રીતે જ્ઞાની ભેદ-જ્ઞાન કરી પર પદાર્થોથી ઉદાસીન થાય છે અને આત્માને તેનાથી પૃથ સમજી આત્મસ્વરૂપની ભાવના ભાવે છે. ૫૪.
આવી રીતે (આત્મસ્વરૂપ) નહિ જાણનાર બહિરાભા, જે વિષયોમાં તેનું ચિત્ત આસક્ત હોય છે, તેમાં તે વિષયોમાં) કોઈપણ (વિષય) તેને ઉપકારક નથી. તે કહે છે -
શ્લોક ૫૫ અન્વયાર્થ : (ન્દ્રિયાર્થ૬) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં (તત) એવો કોઈ પદાર્થ (ન સ્તિ) નથી (યત્ ) જે (નાત્મન:) આત્માને (ક્ષેમંર) હિતકારી-લાભકારી હોય; (તથાપિ) તેમ
જુઓ - ઇબ્દોપદેશ - ૪૫. જુઓ – શ્રી સમયસાર ગુ. આવૃત્તિ - ગા. ૩૮ “હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અને તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે.” (૩૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com