________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૮૩
ભાવાર્થ : આત્મસ્વરૂપની ભાવના કેવી રીતે કરવી? તે પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય આત્માર્થીને ઉદ્દેશીને કહે છે કે :
આત્મસ્વરૂપ બીજાઓને સમજાવવું, જેમણે આત્મસ્વરૂપ જાણ્યું છે તેમને તેના જ વિષે પૂછી તે જાણવું, તેની જ ઇચ્છા રાખવી અર્થાત્ તેને એકને જ પરમાર્થ સત્ય માનવું અને આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર લાગ્યા રહેવું. આમ કરવાથી બહિરાત્મસ્વરૂપનોઅવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. ૫૨માત્મ-સ્વરૂપની એટલે જ્ઞાનમય સ્વરૂપની પ્રાપ્તિ થશે.
વિશેષ
(૧) આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. તેમ કરવાથી બારમાં ભમતો તારો ઉપયોગ તત્ત્વ-નિર્ણય તરફ વળશે.
(૨) આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ; તેથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે.
(૩) આત્મ-પ્રાપ્તિની જ ભાવના કર, બીજા કોઈ ૫૨ પદાર્થની કે ઇન્દ્રિય-વિષયના સુખની ઇચ્છા ન કર; એમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય-સુખની પાછળ થતી નિરર્થક આકુળતા મટી જશે. (૪) આત્મસ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન.
આવી રીતે તારા જ્ઞાનમાં, શ્રદ્ધામાં અને આચારમાં એક આત્માને જ વિષય બનાવ; બીજા કોઈ બાહ્ય પદાર્થને તારા જ્ઞાનનો વિષય ન બનાવ. શ્રીમદ્દ રાજચન્દ્રે કહ્યું છે કેઃકામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ’૧
6
આત્મા જ એક પ્રયોજનભૂત વસ્તુ છે. તેની પ્રાપ્તિ જ કરવા યોગ્ય છે. તે સિવાય અન્ય પદાર્થોનો વિચાર મનના રોગ સમાન છે.
એવી રીતે સમજીને ધગશ અને ઉત્સાહપૂર્વક જો તું આત્મ-ભાવના કરીશ, તો અવિધાનો -અજ્ઞાનતાનો નાશ થશે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે.
“તે જ્ઞાનસ્વભાવરૂપ જ્યોતિ અવિધાનો-અજ્ઞાનનો નાશ કરનાર છે તથા મહાન ઉત્કૃષ્ટ અને જ્ઞાનમય છે; માટે મુમુક્ષુઓએ તેના વિષયમાં જ પૂછ્યું, તેની પ્રાપ્તિની અભિલાષા કરવી તથા તેનો અનુભવ કરવો.
૨
વળી શ્રી અમિતગતિ આચાર્યકૃત ‘યોગસાર’ માં કહ્યું છે કે :
“જે પુરુષ વિદ્વાન છે તેને તે આત્મ-પદાર્થનું નિશ્ચલ મનથી અધ્યયન કરવું યોગ્ય છે; તે ધ્યાન કરવા યોગ્ય, આરાધના કરવા યોગ્ય, પૂછવા યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસ યોગ્ય,
૧.
૨.
.
જુઓ - શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘ આત્મસિદ્ધિ ’. જુઓ - ઇષ્ટોપદેશ - શ્લોક ૪૯ अविद्याभिदूरं ज्योतिः परं ज्ञानमयं महत् ।
तत्प्रष्टव्यं तदेष्टव्यं तद् दृष्टव्यं मुमुक्षुभि: ।। ४९।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com