________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૮૩ भ्यस्तेषु वर्तते इत्येवं शीलास्तेषां। एतैस्त्रिभिर्मूढैरपोढत्वसम्पन्नं सम्यग्दर्शनं संसारोच्छित्तिकारणं अस्मयत्वसम्पन्नवत्।।२४।। સંસારમાં ભ્રમણ થાય છે તેવા કાર્યોમાં વર્તવાનો જેનો સ્વભાવ છે તેવા (પાખંડીઓની) આવી ત્રણ મૂઢતાઓ રહિત સમ્યગ્દર્શન, મદ રહિતપણાની જેમ સંસાર છેદનું કારણ છે.
ભાવાર્થ - આરંભ, પરિગ્રહ અને હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ-જેઓ વિવાહાદિ સંસારી કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે, તેમનો આદર-સત્કાર કરવો, તેમની પ્રશંસા કરવી-તેને પાખંડીમૂઢતા અર્થાત્ ગુરુમૂઢતા કહે છે.
આ ગ્રંથના શ્લોક ૧) માં દર્શાવેલા સાચા ગુરુનાં લક્ષણોથી વિપરીત લક્ષણવાળા બધા ગુરુઓ છે તે પાખંડી-કુગુરુઓ છે, તેઓ સત્કાર-પ્રશંસાને પાત્ર નથી.
જે જીવ વિષય-કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે અને માનાદિકથી પોતાને ધર્માત્મા કાવે છે-મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે-એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા, કારણ કે ધર્મપદ્ધતિમાં તો વિષય-કષાયાદિ છૂટતાં જેવો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે.”
વળી કોઈ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલો કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ અને પોતાનું ઉચ્ચ નામ ધરાવ્યા વિના લોક માને પણ નહિ. એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ તેવાં આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે તથા કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે છે અને એવા અનેક વેષ ધરવાથી પોતાનામાં ગુરુપણું માને છે; પણ એ મિથ્યા છે.”
.. ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં તો મહાપાપી જ થાય છે.” શ્રી કુંદકુંદાચાર્ય પાહુડમાં ગાથા ૧૮ માં કહ્યું છે કે
“મુનિપદ છે તે યાથજાત રૂપ સદેશ છે, જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે. એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુષમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાચ તેને થોડી ઘણી પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદમાં જાય.” १. जह जाथरूप सरिसो तिलतुसमेत्तं ण गिहादि हत्थेसु।
जइ लेइ अप्प बहुयं, तत्तो पुण जह णिगोयं ।।१८।। ( सूत्र पाहुड)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com