________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
ભગવાનશ્રીકુંદકુંદ
રત્નકરણ્ડક શ્રાવકાચાર कः पुनरयं स्मयः कतिप्रकारश्चेत्याह
“જાઓ, ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગમોક્ષનો અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.”
“મુનિનું સ્વરૂપ તો એવું છે કે બાહ્યાભ્યતર પરિગ્રહનો જ્યાં સંબધ નથી; કેવળ પોતાના આત્માને જ પોતારૂપ અનુભવતા, શુભાશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે .”
શ્રી કુંદકુંદચાર્યે પાહુડમાં (દર્શનપાહુડમાં) કહ્યું છે કે
સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે પુરુષો! તમે એમ માનો કે સમ્યકત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે તે સમ્યગ્દષ્ટિ ક્યાંથી હોય? તેવા સમ્યકત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?”
વળી લિંગપાહુડમાં કહ્યું છે કે
જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર-મંત્રાદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો છે.” (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ ૧૮૫.)
કહ્યું છે કે
હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટ પરિગ્રહને ગ્રહણ કરે છે તે ઊલટી કરીને તે જ ઊલટીને પાછો ગ્રહણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે.” ૨૪.
વળી આ મદ શું છે? તેના કેટલા પ્રકાર છે? તે કહે છે
૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૧. २. दसणमूलो धम्मो, उवइठ्ठो जिणवरेहिं सिस्साणं।
तं सोउण सकण्णे, दंसणहीणो ण वदिव्यो।।२।। ३. जो जिणलिंगु धरेदि मुणि, इठ्ठपरिग्गह लिंति।
દિ રેવનુ તે નિ નિય સT પુછુ છદ્રિ નંતિ દુIT ( અધ્યાય ૨.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com