________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદददामीति। तत्सर्व कृत्वा परिणीता। पट्टमहादेवी तस्य सातिवल्लभा जाता। फाल्गुननन्दीश्वरयात्रायामुर्विला रथयात्रामहारोपं दृष्ट्वा तया भणितं देव! मदीयो बुद्धरथोऽधुना पुर्यां प्रथमं भ्रमतु। राज्ञा चोक्तमेवं भवत्विति। तत उर्विला वदति मदीयो रथो यदि प्रथम भ्रमति तदाहारे मम प्रवृत्तिरन्यथा निवृत्तिरिति प्रतिज्ञां गृहीत्वा क्षत्रियगुहायां सोमदत्ताचार्यपावें गता। तस्मिन् प्रस्तावे वजकुमारमुनेर्वन्दना-भक्त्यर्थमायाता दिवाकरदेवादयो विद्याधरास्तदीयवृत्तान्तं च श्रुत्वा वज्रकुमारमुनिना ते भणिताः। उर्विलायाः प्रतिज्ञारूढाया रथयात्रा भवद्भिः कर्तव्येति। ततस्तैर्बुद्धदासी रथं भगवा नानाविभूत्या उर्विलाया रथयात्रा कारिता। तमतिशयं दृष्ट्वा प्रतिबुद्धा बुद्धदासी अन्ये च નના નિર્માતા ગાતા તા. ૨૦
તે બધાનો સ્વીકાર કરતાં તેણે તેને પરણાવી અને તેની (રાજાની) અતિપ્રિય પટ્ટમહાદેવી બની. ફાગણ માસની નંદીશ્વરની યાત્રામાં મહારાણી ઉર્વિલાની રથયાત્રાનો મોટો ઠાઠ જોઈ, તેણે કહ્યું: “દેવ! મારો બુદ્ધનો રથ હવે નગરીમાં પ્રથમ ફરે.”
રાજાએ કહ્યું : “તેમ થશે.”
આથી ઉર્વિલાએ કહ્યું : “મારો રથ જો પ્રથમ ફરશે તો જ મારી આહારાદિમાં પ્રવૃત્તિ થશે, નહિતર તેમાં નિવૃત્તિ છે.” આવી પ્રતિજ્ઞા લઈને ક્ષત્રિય ગુફામાં રહેલા સોમદત્ત આચાર્ય પાસે ગઈ.
તે દરમિયાન વજકુમાર મુનિની વંદના-ભક્તિ માટે આવેલા દિવાકર દેવાદિ વિદ્યાધરોને, તેનું વૃતાંત સાંભળીને, વજકુમાર મુનિએ કહ્યું: “પ્રતિજ્ઞારૂઢ ઉર્વિલાની રથયાત્રા તમારે કરાવવી જોઈએ.”
તેથી તેઓએ બુદ્ધદાસીનો રથ ભાંગીને અનેક વિભૂતિથી ઉર્વિલાની રથયાત્રા કરાવી.
તેનો અતિશય દેખીને બુદ્ધની દાસી પ્રતિબોધને પામેલી અને અન્ય જનો જિનધર્મમાં રત થયા. ૮.
વિશેષ સમ્યગ્દર્શનનાં નિઃશંકિતાદિ આઠ અંગ છે. અંગનો અર્થ અવયવ, સાધન, કરણ અને લક્ષણ યા ચિહ્ન થાય છે. સમ્યગ્દર્શન અંગી છે અને નિઃશંકિતાદિ આઠ અંગ છે. સમ્યગ્દર્શન સાધ્ય છે અને નિઃશંકિતાદિ સાધન છે. જે સમ્યગ્દષ્ટિ હોય છે તેને નિ:શંકિતાદિ આઠ ચિહ્નો જરૂર હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com