________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૭૫ मथुरायामन्या कथा-राजा पूतिगन्धो राज्ञी उर्विला। सा च सम्यग्दृष्टिरतीव जिनधर्मप्रभावनायां रता। नन्दीश्वराष्टदिनानि प्रतिवर्ष जिनेन्द्ररथयात्रां त्रीन् वारान् कारयति। तत्रैव नगर्या श्रेष्ठी सागरदत्तः श्रेष्ठिनी समुद्रदत्ता पुत्री दरिद्रा। मृते सागरदत्ते दरिद्रा परगृहे निक्षिप्तसिक्थानि भक्षयन्ती चर्या प्रविष्टेन मुनिद्वयेन दृष्टां ततो लघुमुनिनोक्तं हा! वराकी महता कष्टेन जीवतीति। तदाकर्ण्य ज्येष्ठमुनिनोक्तं अत्रैवास्य राज्ञः पट्टराज्ञी वल्लभा भविष्यतीति। भिक्षां भ्रमता धर्मश्रीवंदकेन तद्वचनमाकर्ण्य नान्यथा मुनिभाषितमिति संचिन्त्य स्वविहारे तां नीत्वा मृष्टाहारै: पोषिता। एकदा यौवनभरे चैत्रमासे आन्दोलयन्तीं तां राजा दृष्ट्वा अतीव विरहावस्थां गतः। ततो मंत्रिभिस्तां तदर्थे वंदको याचितः। तेनोक्तं यदि मदीयं धर्मं राजा गृह्णाति तदा
આ દરમિયાન મથુરામાં એક બીજી કથા (ઘટના) થઈ–
ત્યાં પૂતિગંધ રાજા હતો, તેને ઉર્વિલા રાણી હતી, તે સમ્યગ્દષ્ટિ હતી અને જિનધર્મની પ્રભાવનામાં ઘણી રત રહેતી હતી. તે દર વર્ષે નંદીશ્વરના આઠ દિવસ જિનેન્દ્રની રથયાત્રા ત્રણવાર કરાવતી. તે જ નગરીમાં સાગરદત્ત શેઠ હતો, તેની શેઠાણીનું નામ સમુદ્રદત્તા હતું અને પુત્રીનું નામ દરિદ્ર હતું. સાગરદત્ત મરી ગયો ત્યારે દરિદ્રા એક દિવસ પારકે ઘેર નાખી દીધેલા ( રાંધેલા) ભાત તે ખાતી હતી. ચર્યા માટે પ્રવેશેલા બે મુનિઓ દ્વારા તે જોવામાં આવી. તેથી નાના મુનિએ કહ્યું: “અરે! બિચારી મહાકષ્ટથી જીવી રહી છે.”
તે સાંભળી મોટા મુનિએ કહ્યું: “અહીંના રાજાની તે માનીતી પટરાણી થશે.”
ભિક્ષા માટે ભ્રમણ કરતાં ધર્મશ્રીનંદકે તેમનું વચન સાંભળી મુનિએ ભાખેલું અન્યથા હોય નહિ' એમ વિચારી તેને પોતાના વિહારમાં લઈ જઈ પુષ્ટ (સારો ) આહાર આપી પોપણ કર્યું.
એક દિવસ યૌવનભર ચૈત્રમાસમાં (ભર ચૈત્ર માસમાં) રાજાએ તેને આનંદમાં હિલોરા લેતી (હિંચકતી) જોઈ અને બહુ વિરહ અવસ્થાને પ્રાપ્ત થયો, તેથી મંત્રીઓએ તેના માટે વંદક (બૌદ્ધસાધુ) પાસે જઈ તેની માગણી કરી.
તેણે કહ્યું : “જો રાજા મારો ધર્મ સ્વીકારે તો હું તેને દઉં.”
૧. ઝર્વી, ના ૨. મિષ્ટાદારે. .
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com