________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદमुनि वन्दितुमायातः। तं बालं गृहीत्वा निजभार्यायाः समर्प्य वजकुमार इति नाम कृत्वा गतः। स च वजकुमार: कनकनगरे विमलवाहननिजमैथुनिकसमीपे सर्वविद्यापारगो युवा च क्रमेण जातः। अथ गरुडवेगाङ्गवत्योः पुत्री पवनवेगा हेमन्तपर्वते प्रज्ञप्तिं विद्यां महाश्रमेण साधयन्ती पवनाकम्पितबदरीवजकंटकेन लोचने विद्धा। ततस्तत्पीडया चलचित्ताया विद्या न सिद्ध्यति। ततो वजकुमारेण च तां तथा दृष्टवा विज्ञानेन कण्टक उद्धृतः। ततः स्थिरचित्तायास्तस्या विद्या सिद्धा। उक्तं च तया भवत्प्रसादेन एषा विद्या सिद्धा, त्वमेव मे भर्तेत्युक्तवा परिणीतः। वज्रकुमारेणोक्तं तात! अहं कस्य पुत्र इति सत्यं कथय , तस्मिन् कथिते मे भोजनादौ प्रवृत्तिरिति। ततस्तेन पूर्ववृत्तान्तः सर्वः सत्य एव कथितः। तमाकर्ण्य निजगुरुं दृष्टुं बन्धुभिः सह मथुरायां क्षत्रियगुहायां गतः। तत्र च सोमदत्तगुरोर्दिवाकरदेवेन बंदनां कृत्वा वृत्तान्तः कथितः। समस्तबन्धून महता कष्टेन विसृज्य वजकुमारो मुनिर्जातः। अत्रान्तरे તે બાળકને લઈને પોતાની સ્ત્રીને સોંપી તેનું વજકુમાર નામ પાડીને ગયો. તે વજકુમાર કનકનગરમાં પોતાના મૈથુનિક (જોડિયા) ભાઈ વિમલવાહન પાસે સર્વ વિદ્યાઓમાં પારંગત થયો અને ક્રમે ક્રમે યુવાન થયો.
પછી ગરુડવેગ અને અંગવતીની પુત્રી પવનવેગા હેમન્ત પર્વત ઉપર મહાશ્રમથી પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધતી હતી. પવનથી કંપિત થયેલી બદરી (બોરડી) ના વજકંટકથી તેની આંખ વિંધાઈ ગઈ. તેથી તેની પીડાથી ચલિત થયેલા ચિત્તવાળી (પવનવેગા) ને વિધા સિદ્ધ થઈ નહિ. પછી વજકુમારે તેને તેવી જોઈને વિજ્ઞાનથી કાંટો કાઢયો, પછી સ્થિર ચિત્તવાળી તેને (પવનવેગાને) વિદ્યા સિદ્ધ થઈ અને તેણે કહ્યું: “આપની કૃપાથી આ વિધા સિદ્ધ થઈ છે, તેથી તમે જ મારા પતિ છો.” અમે કહીને તે તેની સાથે પરણી.
- વજકુમારે કહ્યું: “તાત! હું કોનો પુત્ર છું? સાચું કહો. તે કહેશો તો જ ભોજનાદિમાં મારી પ્રવૃત્તિ થશે.”
પછી તેણે બધું પૂર્વવૃત્તાંત સાચેસાચું કહ્યું. તે સાંભળીને પોતાના ગુરુનાં (પોતાના પિતાનાં) દર્શન કરવા માટે બંધુઓ સાથે મથુરામાં ક્ષત્રિય ગુફામાં ગયો. ત્યાં સોમદત્તના ગુરુને વંદના કરી, દિવાકરદેવે તેમને હકીકત કહી. મહાકષ્ટથી સમસ્ત બંધુવર્ગનું વિસર્જન કરી વજકુમાર મુનિ થયો.
. , ઈ, નજરે ઘા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com