________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૬૧ हरितकोमलतृणांकुरच्छन्नो मार्गोऽग्रे दर्शितः। तं दृष्ट्वा “आगमे किलैते जीवाः कथ्यन्ते" इति भणित्वा कत्रारुचिं कृत्वा तृणोपरि गतः शौचसमये कुण्डिकायां जलं नास्ति तथा विकृतिश्च क्वापि न दृश्यतेऽतोऽत्र स्वच्छसरोवरे प्रशस्तमृत्तिकया शौचं कृतवान्। ततस्तं मिथ्यादृष्टिं ज्ञात्वा भव्यसेनस्याभव्यसेननाम कृतं। ततोऽन्यस्मिन् दिने पूर्वस्यां दिशि पद्मासनस्थं चर्तुमुखं यज्ञोपवीताद्युपेतं देवासुरवन्धमानं ब्रह्मरुपं दर्शितं। तत्र राजादयो भव्यसेनादयश्च जना गताः रेवती तु कोऽयं ब्रह्मनाम देवः इति भणित्वा लोकैः प्रेर्यमाणापि न गता। एवं दक्षिणस्यां दिशि गरुडारुढं चतुर्भुजं च गदाशंखादिधारकं वासुदेवरूपं। पश्चिमायां दिशि वृषभारुढं सार्धचंद्रजटाजूटगौरीगणोपेतं शंकररूपं। उत्तरस्यां दिशि समवसरणमध्ये प्रातिहार्याष्टकोपेत सुरनरविद्या धरमुनिवृन्दवन्द्यमानं पर्यकस्थितं तीर्थंकरदेवरूपं दर्शितं। तत्र च सर्वलोका गताः। रेवती तु लोकः प्रेर्यमाणापि न गता नवैव वासुदेवाः, एकादशैव रुद्राः, चतुविंशतिरेव લીલા કોમળ તૃણાંકુર વડે આચ્છાદિત માર્ગ બતાવ્યો. તે જોઈને “આગમમાં ખરેખર તેને જીવ કહ્યા છે.” એમ કહીને તેમાં (આગમમાં) અરુચિ બતાવી તે (ભવ્યસેન) ઘાસ ઉપર ગયો. ક્ષુલ્લકે વિક્રિયાથી કમંડલનું પાણી સુકવી નાખ્યું, શૌચના સમયે કમંડળમાં જળ નહિ અને વિકૃતિ પણ કોઈ ઠેકાણે દેખાઈ નહિ તેથી તેણે (ભવ્યસેને) સ્વચ્છ સરોવરમાં સારી માટીથી શૌચ કર્યું. (જિન-મતની ઉપેક્ષા કરે છે.) તેથી તેને મિથ્યાદષ્ટિ જાણીને (ક્ષુલ્લકે) ભવ્યસેનનું અભવ્યસેન એવું નામ રાખ્યું.
પછી બીજે દિવસે પૂર્વ દિશામાં, પદ્માસને બિરાજમાન ચાર મુખવાળા યજ્ઞોપવિત આદિથી યુક્ત, દેવ-અસુરોથી વંદિત બ્રહ્માનું રૂપ (માયા વિધા વડે) બતાવ્યું. રાજાઓ આદિ અને તે ભવ્યસેનાદિ લોકો ત્યાં ગયા પરંતુ “આ બ્રહ્મા નામનો દેવ કોણ છે?” એમ કહીને રેવતી લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં ગઈ નહિ. એ રીતે દક્ષિણ દિશામાં ગરુડ પર આરુઢ થયેલા ચાર ભુજાવાળા અને ગદા-શંખાદિ ધારણ કરનાર વાસુદેવનું રૂપ બતાવ્યું. અને પછી પશ્ચિમ દિશામાં બળદ-નંદી ઉપર બેઠેલા, જટાજૂથમાં અર્ધચંદ્ર ધારણ કરેલ અને ગૌરી તથા ગણ સહિત શંકરનું રૂપ અને ઉત્તર દિશામાં સમવસરણ મધ્યે આઠ પ્રાતિહાર્ય સહિત, સુર, નર, વિધાધર, મુનિવૃન્દ દ્વારા વંદિત, પર્યક આસને સ્થિત, તીર્થકર દેવનું રૂપ બતાવ્યું. ત્યાં પણ બધા લોકો ગયા, પરંતુ લોકો દ્વારા પ્રેરાતી હોવા છતાં રેવતી ગઈ નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com