________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદतीर्थंकरा जिनागमे कथिताः। ते चातीताः कोऽप्ययं मायावीत्युक्त्वा स्थिता। अन्यदिने चर्यावेलायां व्याधिक्षीणशरीरक्षुल्लकरूपेण रेवतीगृहप्रतोलीसमीपमार्गे मायामूर्च्छया पतितः। रेवत्या तमाकर्ण्य भक्त्योत्थाप्य तीन्वोपचारं कृत्वा पथ्यं कारयितुमारब्धः। तेन च सर्वमाहारं भुक्त्वा दुर्गन्धवमनं कृतं। तदपनीय हा! विरुपकं मयाऽपथ्यं दत्तमिति रेवत्या वचनामाकर्ण्य तोषान्मायामुपसंहृत्य तां देवीं वन्दयित्वा गुरोराशीर्वादं पूर्ववृत्ता कथयित्वा लोकमध्ये तु अमूढदृष्टित्वं तस्या उच्चैः प्रशस्य स्वस्थाने गतः। वरुणो राजा शिवकीर्तिपुत्राय राज्यं दत्वा तपो गृहीत्वा माहेन्द्रस्वर्गे देवो जातः। रेवत्यपि तपः कृत्वा ब्रह्मस्वर्गे देवो बभूव।
उपगुहने जिनेन्द्रभक्तो दृष्टोऽस्य कथा सुराष्ट्रदेशे पाटलिपुत्रनगरे राजा यशोधरो' राज्ञी सुसीमा पुत्रः सुवीर: सप्तव्य
જિન-આગમમાં નવ જ વાસુદેવ, અગિયાર જ રુદ્ર અને ચોવીસ જ તીર્થકર કહ્યા છે, તે તો થઈ ગયા છે. આ તો કોઈ માયાવી છે.” એમ કહીને રેવતી ઊભી રહી.
બીજા દિવસે ચર્યાના સમયે તે ક્ષુલ્લક વ્યાધિથી ક્ષીણ થયેલા શરીરવાળા ભુલકના રૂપમાં, રેવતીના ઘરની ખડકી સમીપે માર્ગમાં માયાવી મૂચ્છ ખાઈ પડ્યો. રેવતી (તેના પડવાનો અવાજ ) સાંભળીને તેને ભક્તિથી ઊઠાડીને લઈ આવી તથા જરૂરી ઉપચાર કરી તેને માફક આવે તેવો (પથ્ય) ખોરાક આપવાનું શરૂ કર્યું. તેણે (ક્ષુલ્લકે) બધો આહાર ખાઈ જઈને દુર્ગધ ભર્યું વમન (ઊલટી) કર્યુ. તે દૂર કરીને, “અરેરે, (ક્ષુલ્લકજીને) મેં અપથ્ય આહાર આપ્યો” એમ કહ્યું.
- રેવતીનાં આવા વચનો સાંભળીને, તેમની માયા સંકેલીને, ક્ષુલ્લકે તે દેવીને ગુરુને (પરોક્ષ) વંદન કરાવીને, તેમના આશીર્વાદ તથા પૂર્વવૃત્તાંત કહીને, લોકમાં તેના અમૂઢદષ્ટિપણાની ખૂબ પ્રશંસા કરી, પોતાના સ્થાને ગયો. વરુણરાજા પોતાના પુત્ર શિવકીર્તિને રાજ્ય આપીને, તપ ગ્રહણ કરીને, માહેન્દ્ર સ્વર્ગમાં દેવ થયો. રેવતીનો આત્મા પણ તપ કરીને બ્રહ્મસ્વર્ગમાં દેવ થયો. ૪. ઉપગૂહન અંગમાં જિનેન્દ્રભક્તનું દષ્ટાંત છે તેની કથા :
કથા ૫ : જિનેન્દ્રભક્ત સૌરાષ્ટ્ર દેશમાં પાટલીપુત્ર નગરમાં યશોધર રાજા હતો. તેની રાણીનું નામ
. યશષ્યનો ઘI
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com