SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર કહાનજૈનશાસ્ત્રમાળા ] ૫૩ 'सुकृतकर्मवशादमितप्रभविद्युत्मप्रभदेवौ संजातौ चान्योन्यस्य धर्मपरीक्षणार्थमत्रायातौ । ततो यमदग्निस्ताभ्यां पतसश्चालितः । मगधदेशे राजगृहनगरे जिनदत्तश्रेष्ठी कृतोपवासः कृष्णचतुर्दश्यां रात्रौ स्मशाने कायोत्सर्गेण स्थितो दृष्टः। ततोऽमितप्रभदेवेनोक्तं दूरे तिष्ठंतु मदीया मुनयोऽमुं गृहस्थं ध्यानाच्चालयेति, ततो विद्युत्मप्रभदेवेनानेकधा कृतोपसर्गोपि न चलितो ध्यानात् । ततः प्रभाते मायामुपसंहृत्य प्रशस्य चाकाशगामिनी विद्या दता तस्मै कथितं च तवेयं सिद्धाऽन्यस्य च पंचनमस्कारार्चनाराधनविधिना सेत्स्यतीति । सोमदत्तपुष्पबटुकेन चैकदा जिनदत्तश्रेष्ठी पृष्टः- क्व भवान् प्रातरेवोत्थाय व्रजतीति। तेनोक्तमकृत्रिमचैत्यालयवंदनाभक्तिं कर्तुं यथा-धन्वंतरिविश्चलोमौ કથા ૧ : અંજનચોર ધન્વંતરી અને વિશ્વલોમ (બંને) સુકૃત કર્મને લીધે અમિતપ્રભ અને વિદ્યુતપ્રભ (નામના ) બે દેવ થયા. તેઓ એક બીજાના ધર્મની પરીક્ષા કરવા માટે અહીં આવ્યા. પછી તે બંનેએ યમદગ્નિને તપથી ચલિત કર્યા. મગધ દેશમાં રાજગૃહ નગરમાં જિનદત્ત શેઠ ઉપવાસ કરી કૃષ્ણચૌદશની રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગમાં સ્થિત જોવામાં આવ્યા ત્યારે અમિતપ્રભદેવે ( વિદ્યુતપ્રભદેવને ) કહ્યું: મારા મુનિઓ તો દૂર રહો, (એમની તો શી વાત!) પરંતુ આ ગૃહસ્થને (જિનદત્તને ) તમે ધ્યાનથી ચલિત કરો.’ (C પછી વિદ્યુતપ્રભદેવે અનેક પ્રકારે (તેના ઉપ૨) ઉપસર્ગો કર્યા છતાં તેને ધ્યાનથી ચલિત કરી શક્યા નહિ. પછી તેણે સવારે માયા સંકેલીને તેની-જિનદત્તની પ્રશંસા કરી અને તેને આકાશગામિની વિધા આપી કહ્યું: “તને આ (વિધા ) સિદ્ધ થઈ ચુકી છે અને અન્યને પંચનમસ્કારની અર્ચના અને આરાધનાની વિધિથી તે સિદ્ધ થશે.” એક દિવસે સોમદત્તપુષ્પના બટુકે જિનદત્ત શેઠને પૂછ્યું:“આપ સવારમાં જ ઊઠીને ક્યાં જાઓ છો ? તેણે કહ્યું: “ અકૃત્રિમ ચૈત્યાલયોની ભક્તિ કરવા માટે જાઉં છું. મને આવી વિધાની પ્રાપ્તિ થઈ છે. ,, १ स्वकृत घ० । २ जमदग्नि घ० । २ तस्मै नास्ति घ पुस्तके। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy