________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદव्रजामि। ममत्थं विद्यालाभः संजात इति कथिते तेनोक्त मम विद्यां देहि, येन त्वया सह पुष्पादिकं गृहीत्वा वंदनाभक्तिं करोमीति। ततः श्रेष्ठिना तस्योपदेशो दत्तः। तेन च कृष्णचतुर्दश्यां स्मशाने वटवृक्षपूर्वशाखायामष्टोत्तरशतपादं दर्भशिक्यं बन्धयित्वा तस्य तले तीक्ष्णसर्वशस्त्राण्यूर्ध्वमुखानि धृत्वा गंधपुष्पादिकं दत्वा शिक्यमध्ये प्रविश्य षष्ठोपवासेन पंचनमस्कारानुच्चार्य छुरिकयैकैकं पाद छिंदताऽधो जाज्वल्यमानप्रहरणसमूहमालोक्य भीतेन तेन संचितितं-यदि श्रेष्ठिनो वचनमसत्यं भवति तदा मरणं भवतीति शंकितमना वारंवारं चटनोत्तरणं करोति। एतस्मिन् प्रस्तावे प्रजापालस्य राज्ञः कनकाराज्ञीहारं दृष्ट्वांजनसुंदर्या विलासिन्या रावावागतोंजनचोरो भणितः। यदि मे कनकाराझ्या हारं ददासि तदा भर्ता त्वं नान्यथेति। ततो गत्वा रात्रौ हारं चोरयित्वांऽजनचोर आगच्छन् हारोद्योतेन ज्ञातोंऽगरक्षैः कोट्टपालैश्च ध्रियमाणो हारं ।
શેઠથી એમ કહેવામાં આવતાં, તેણે (બટુકે ) કહ્યું: “મને પણ આ વિદ્યા આપો જેથી હું તમારી સાથે પુષ્પાદિ લઈને વંદના-ભક્તિ કરું.”
પછી શેઠે તેને ઉપદેશ આપ્યો. (પછી શેઠે તેને વિદ્યા સિદ્ધ કરવાની વિધિ બતાવી.)
તેણે (બટુકે) કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં વડના વૃક્ષની પૂર્વશાખામાં એકસો આઠ પાદવાળું ( દોરીવાળું) દર્ભનું શીકું બાંધીને તેની નીચે બધા પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રો ઊર્ધ્વમૂખે રાખ્યાં. પછી ગંધ-પુષ્પાદિ દઈને, શીકામધ્યે તેણે પ્રવેશ કર્યો. છઠ્ઠા ઉપવાસ પંચ નમસ્કારો ઉચ્ચારીને છરી વડે એક એક પાદને છેદતાં તેણે (નીચે) ચળકતાં હથિયારોના સમૂહને જોઈ ભયભીત થઈ વિચાર્યું
જો શેઠનું વચન અસત્ય નીવડે તો મરણ નીપજે.”
એ પ્રમાણે મનમાં વિચારીને શંકા લાવીને તે વારંવાર ચઢઊતર કરે છે. તે સમય દરમિયાન પ્રજાપાલ રાજાની કનકરાણીનો હાર જોઈને અંજનની સુંદરી વિલાસિનીએ રાત્રે આવેલા અંજનચોરને કહ્યું:
“જો તું મને કનકરાણીનો હાર આપે તો તું મારો ધણી, નહિ તો નહિ.”
પછી જઈને રાત્રે હાર ચોરીને અંજનચોર જ્યારે આવતો હતો, ત્યારે હારના પ્રકાશથી અંગરક્ષકોએ અને કોટવાળોએ તેને ઓળખ્યો અને પકડવા જતાં તે (ચોર)
૨. વૃદષ્યમાબ: રૂતિ પાઠાંતરમ્'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com