________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૪૩ 'कापथस्थेऽपि' मिथ्यादर्शनाद्याधारेऽपि जीवे। तथा 'असंपृक्तिः' न विद्यते सम्पृक्तिः कायेन नखच्छोटिकादिना' अंगुलिचालनेन शिरोधूननेन वा प्रशंसा यत्र। 'अनुत्कीर्तिः' न विद्यते उत्कीर्तिरुत्कीर्तनं वाचा संस्तवनं यत्र। मनोवाक्कायैमिथ्यादर्शनादीनां तद्वतां चाप्रशंसाकरणममूढं सम्यग्दर्शनमित्यर्थः।।१४।। અસંમતિ એટલું જ નહિ “પથસ્થsf?' મિથ્યાદર્શનાદિના આધારભૂત જીવમાં પણ, જ્યાં “સંપૂછિ:' કાયાથી સંપર્ક ન હોવો, અર્થાત્ નખ વડ, ચપટી આદિથી કે આંગળી હુલાવીને કે મસ્તક ધુણાવીને પ્રશંસા ન કરવી તથા જ્યાં “અનુર્તિ :' વાણીથી કીર્તન કે
સ્તવન ન હોવું (તે અમૂઢત્વ ગુણવિશિષ્ટ દષ્ટિ છે-સમ્યગ્દર્શન છે.) મન-વચન-કાયાથી મિથ્યાદર્શનાદિની તથા તેના ઉપાસકોની પ્રશંસા ન કરવી તે અમૂઢ સમ્યગ્દર્શન છે-એવો અર્થ છે.
ભાવાર્થ - નરક, તિર્યંચ, કુમનુષ્યાદિ ગતિનાં ઘોર દુઃખોનાં કારણભૂત મિથ્યાદર્શનાદિરૂપ કુમાર્ગને અને તેને અનુસરતી વ્યકિતઓને મનથી સંમતિ ન દેવી, કાયાથી સહારો કે સંપર્ક ન કરવો અથવા ચપટી કે માથું હલાવી-ધુણાવી પ્રશંસા ન કરવી અને વચનથી તેમનાં ગુણ-ગાન કે સ્તવન ન કરવાં તે અમૂઢદષ્ટિ અંગ છે.
જે ચેતયિતા સર્વભાવોમાં અમૂઢ છે-યથાર્થ દષ્ટિવાળો છે તે ખરેખર અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો.”
“સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, તેને રાગ-દ્વેષ-મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી.”
જે આત્મા પોતાના શુદ્ધાત્મામાં શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ભાવનાના બળથી શુભ-અશુભ કર્મજનિત પરિણામરૂપ બાહ્ય પદાર્થોમાં સર્વથા અસંમૂઢ હોય છે (અર્થાત્ કર્મોના ઉદયથી જે દુઃખરૂપ વા બાહ્ય શાતારૂપ પદાર્થોની અવસ્થાઓ થાય છે તેમાં શોક-હર્ષ નહિ કરતાં તેના યથાર્થ સ્વરૂપને જાણી તેના
नखच्छोटिकादिना प्रशंसा घ.। સમૂઢ નહિ જે સર્વ ભાવે, –સત્યદષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
(શ્રી સમયસાર ગાથા ૨૩ર અને તેનો ભાવાર્થ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com