________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૪૧
શરીર સ્વભાવે અપવિત્ર છે. મળ-મૂત્રાદિ દુર્ગધયુક્ત પદાર્થોનું ઘર છે. વળી તે અશુચિ, વિનાશિક અને અનેક રોગોનું રહેઠાણ છે, પણ તે કારણે તે ગ્લાનિ કે દ્વેષ કરવા યોગ્ય નથી.
સમ્યગ્દષ્ટિ કોઈપણ પરદ્રવ્યોને ભલાં-બૂરાં જાણતો નથી. વસ્તુ વિચારતાં કોઈ પદ્રવ્ય તે ભલાં-બૂરાં છે જ નહિ.'
પર પદાર્થોમાં “આ સારા અને આ નરસા” એવું દ્વત છે જ નહિ. છતાં મોહાચ્છાદિત જીવો તેમાં સારાનરસાનું વૈત ઊભું કરે છે અને રુચિત વિષયમાં રાગ અને અચિત વિષયમાં પદાર્થમાં વૈષ કરે છે.
સમ્યગ્દષ્ટિ કોઈપણ જીવનાં દુર્ગધમય શરીરને દેખીને ગ્લાનિ કરતો નથી. ભાવલિંગી મુનિઓ નગ્ન હોય છે. તેમનાં શરીરને દુર્ગધવાળું દેખીને કે તે શરીરની અપ્રિય (બૂરી) આકૃતિ દેખીને તે પ્રત્યે તે જરાપણ ગ્લાનિ કરતો નથી. તે શરીર તો રત્નત્રયધારી જીવોનું મુક્તિનું સહકારી કારણ છે. એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણે છે અને તે પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન થવા દેતો નથી. આ તેનો નિર્વિચિકિત્સા ગુણ છે.
નિશ્ચય અપેક્ષાએ પવિત્ર તો નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે. જૈનમતમાં બધી સારી સારી વાતો છે, પણ વસ્ત્રના આવરણ રહિતની જે નગ્નતા તથા જળ-સ્નાનાદિ ક્રિયાનો અભાવ એ દુષણ છે, એવા કુત્સિત ભાવોને વિશિષ્ટ વિવેકી જ્ઞાનવાળો સમ્યગ્દષ્ટિ જીવ દૂર કરે છે. તે પણ નિર્વિચિકિત્સા ગુણ છે. '
સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, ઉષ્ણાદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા (ગ્લાનિ ) કરતો નથી. જાગુપ્તા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કર્તા થતો નથી. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.” ૧. જાઓ મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૪૮. ૨. જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૮૩ અને તેની ટીકા. ૩. જુઓ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૨, પૃષ્ઠ ૧૭૦-૧૭૧ ( નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન) શ્રી સમયસાર ગાથા ૨૩૧ નો ભાવાર્થ
સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
5
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com