________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
अथोक्तदोषैर्विवर्जितस्याप्तस्य वाचिकां नाममालां प्ररूपयन्नाह
સુધા-તૃષા તો અશાતા વેદનીય કર્મની ઉદીરણાથી હોય છે, પરંતુ છઠ્ઠી ગુણસ્થાનમાં અશાતાની ઉદીરણાની બુચ્છિત્તિવ છે તેથી સાતમાદિ ગુણસ્થાનોમાં સુધાદિ વેદનાઓનો અભાવ છે.
સાતમા ગુણસ્થાનથી એક શાતા વેદનીયનો જ નવીન બંધ હોય છે, પણ અશાતાનો બંધ હોતો નથી. કેવલીને શાતાનો બંધ એમ સમય પૂરતો જ હોય છે, અને તેનો નિરંતર ઉદય થતો જ રહે છે, તેથી અશાતાનો ઉદય પણ શાતારૂપ પરિણમે છે. તેથી અશાતાના ઉદયજનિત પરિષહ જિનેન્દ્રને હોતા નથી. કેવલી ભગવાનને રાગ-દ્વેષ નષ્ટ થયા છે અને ઇન્દ્રિયજનિત જ્ઞાનનો અભાવ છે તેથી શાતા-અશાતાથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિયજનિત સુખ-દુ:ખ કેવલીને હોતું નથી.
કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ-દુ:ખ નથી, કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું.”
“કેવલી ભગવાનને શરીર સંબંધી સુધાદિ દુ:ખ કે ભોજનાદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલાહાર હોતો નથી.” (શ્રી પ્રવચનસાર ગાથા ૨૦ અને ભાવાર્થ )
જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યા તેમનું કેવલી ભગવન્તોનું) સુખ (સર્વ) સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી, તેઓ અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર (આદર-શ્રદ્ધા) કરે છે.” (શ્રી પ્રવચનસાર ગાથા ૬૨.)
માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ એમ શ્રદ્ધા કરવી. ૬. હવે પૂર્વોક્ત દોષોથી રહિત જે આમ તેમનાં વાચક નામમાલાનું પ્રરૂપણ કરીને કહે છે
જે ગુણસ્થાનમાં કર્મ પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા ) ની બુચ્છિત્તિ કહી હોય તે ગુણસ્થાન સુધી જ તે પ્રકૃત્તિઓનો બંધ, ઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય છે. આગળના કોઈપણ ગુણસ્થાનમાં તે પ્રકૃત્તિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા) હોતાં નથી તેને બુચ્છિત્તિ કહે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૬૦૪) જુઓ “શ્રી રત્નકરંડક શ્રાવકાચાર' ની પં. સદાસુખદાસજી કૃત હિન્દી ટીકા પૃષ્ઠ. ૭-૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com