________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
૨ત્ન કરડક શ્રાવકાચા૨
[ભગવાનશ્રીકુંદકુંદ
અને પશુઓને કવલાહાર હોય છે, પક્ષીઓને ઓજાહાર (માતાના ઉદરની ગરમી ઉખારૂપ આહાર) અને પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવને લેપાહાર (પૃથ્વી આદિને સ્પર્શરૂપ આહાર) હોય છે. પ.
શ્રી પ્રવચનસાર ગાથા ૨૦ માં અતીન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને શારીરિક સુખ-દુઃખ નથી, એમ વ્યક્ત કર્યું છે, ત્યાં કેવળી ભગવાનને ઈન્દ્રિય સમૂહું નથી. તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ-દુઃખ નથી. તથા કેવળી ભગવાનને શરીર સંબંધી સુધાદિ દુ:ખ કે ભોજનાદિ સુખ હોતું નથી તેથી તેમને કવલાહાર હોતો નથી, એમ કહ્યું છે.
ભગવાનને કવલાહાર હોય એમ માનનારા ભગવાનને પરમ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ માનતા જ નથી-શ્રદ્ધતા નથી તેથી તે અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે એમ પ્રવચનસાર ગાથા ૬ર માં કહ્યું છે. માટે ભગવાનને કવલાહાર હોઈ શકે નહિ એમ શ્રદ્ધા કરવી.
વળી જેવો આપણામાં ધર્મ છે તેવો જ કેવલી ભગવાનમાં ધર્મ હોવો જોઈએ તેથી આપણી માફક કેવલી ભગવાનમાં પણ દેહની સ્થિતિ ભોજનથી હોવી જોઈએ- એમ જો કહેવામાં આવે તો જેમ કેવલી ભગવાનના શરીરમાં પરસેવાદિના અભાવરૂપ ધર્મ છે તેમ આપણા શરીરમાં પણ પરસેવાદિનો અભાવ હોવો જોઈએ. એના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે કેવલી ભગવાનમાં અતિશય હોવાથી તેમના શરીરમાં પરસેવો આદિ થતાં નથી તો પછી કેવલી ભગવાનને કવલાહારના અભાવનો અતિશય કેમ ન સંભવે ? માટે કવલાારથી તેમના દેહની સ્થિતિ માનવી ઉચિત નથી.
વળી કોઈ કહે કે કેવલીને વેદનીય કર્મનો સભાવ હોવાથી ભોજનની ઇચ્છા અને તે માટે પ્રવૃત્તિ હોય છે, તો તે પણ સત્ય નથી; કારણ કે ઇચ્છા મોહનીય કર્મના ઉદય નિમિત્તે હોય છે, પરંતુ ભગવાનને મોહનીય કર્મનો તો સર્વથા અભાવ હોય છે, તેથી તેમને ભોજનની ઇચ્છા કેમ સંભવે? જો ઇચ્છા હોય તો વીતરાગતા હોઈ શકે નહિ.
જો તેમને સુધાદિની પીડાનો સંભવ માનવામાં આવે તો તેમને અનંત સૌખ્ય ક્યાં રહ્યું?
વળી કોઈ કહે છે કે અશાતા વેદનીય કર્મના ઉદયથી કેવલી ભગવાનને સુધા, તૃષા, રોગ, મળ-મૂત્રાદિક હોય છે; પરંતુ તેમને તે કહેવું પણ અસત્ય છે, કારણ કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com