________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર कुमुदचन्द्रे च प्रपञ्चतः प्ररूपणात्।।६।। ગ્રંથમાં વિસ્તારથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ભાવાર્થ :- આમાં (સાચા દેવમાં) સુધા, તૃષાદિ અઢાર દોષો હોતા નથી તેથી તેઓ વીતરાગ કહેવાય છે. આ દોષોમાં ભય, રાગ, દ્વેષ, મોહ, ચિન્તા, ખેદ, મદ (ગર્વ), રતિ, વિસ્મય ( આશ્ચર્ય), ઉદ્વેગ (શોક ) –આ દોષો તો મોહનીય કર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા છે. નિદ્રા દર્શનાવરણ કર્મના અભાવમાં નષ્ટ થઈ જાય છે. સુધા, તૃષા, ઘડપણ, રોગ, સ્વેદ (પરસેવો) –એ શરીરની અવસ્થાઓ છે. ભગવાનને પરમ ઔદારિક શરીર હોવાથી આ દોષોનો પણ અભાવ હોય છે. જન્મ તથા મરણ તો કર્મ સહિત જીવોને હોય છે. ભગવાન તો જીવનમુક્ત છે અને સર્વ કર્મોનો નાશ કરી દેહુમુક્ત થાય છે, તેથી આ અઢાર દોષો યા તેના સહચરરૂપ આત્મા અથવા શરીર સંબંધી અન્ય કોઈપણ દોષ આસમાં હોતા નથી. આ દોષોમાં ક્યા દોષો જીવાશ્રિત છે અને ક્યા દોષો શરીરાશ્રિત છે તે જાણી વિવેક કરવો યોગ્ય છે.
વિશેષ
કેટલાક ભગવાનને કવલાહાર માને છે, કારણ કે તેમની માન્યતા પ્રમાણે કવલાહાર વિના દેહની સ્થિતિ હોઈ શકે નહિ. પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે દેવોને કવલાહાર નથી છતાં તેમના દેહની સ્થિતિ સાગરોપર્યન્ત બની રહે છે. તેમની દેહની સ્થિતિનું કારણ માનસિક આહાર છે, તેમ ભગવાનની દેહની સ્થિતિનું કારણ કર્મ-નોકર્મ આહાર છે, નહિ કે કવલાહાર. કહ્યું છે કે
" णोकम्मकम्माहारो कवलाहारो य लेपमाहारो। उज्जमणो वि य कमसो आहारो छब्बिहो भणियो।।४।। णोकम्मं तित्थयरे कम्मं णिरयेय माणसो अमरे।
कवलाहारो णरपसु उज्जो पक्खी च इगि लेपो।।५।। અર્થ :- નોકર્મ આહાર, કર્મ આહાર, કલાકાર, લેપાહાર, ઓજ આહાર અને માનસિક આહાર-એમ આહાર છ પ્રકારના કહ્યા છે. ૪.
તીર્થકર ભગવાનને નોકર્મ વર્ગણાના ગ્રહણરૂપ આહાર હોય છે, નારકીને કર્મ ભોગવવારૂપ આહાર હોય છે, દેવોને માનસિક આહાર હોય છે, (તેમને મનમાં ઈચ્છા થતાંની સાથે કંઠમાંથી અમૃત ઝરે છે, તેનાથી તેમને તૃપ્તિ થાય છે. ) મનુષ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com