________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮
૨ત્ન કરડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
ભાવાર્થ :- જેને નિરતિચાર (શુદ્ધ) સમ્યગ્દર્શન છે, તથા કિંચિત્ વિશેષ પ્રકારે સ્વસમ્મુખતા વડે સંસાર, શરીર અને ઇન્દ્રિય ભોગોથી જે વિરક્ત (ઉદાસીન) છે, જેને અધિકતર પંચપરમેષ્ઠીનાં ચરણનું જ શરણ છે અર્થાત્ તેમનું જ ધ્યાન કરે છે અને સર્વશભાષિત જીવાદિક તત્ત્વોનું જેને શ્રદ્ધાન છે-તત્ત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે, બાહ્યમાં જેને સાત વ્યસન સહિત પાંચે પાપોની પ્રવૃત્તિ છૂટી ગઈ છે અર્થાત્ મઘાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણો જેણે ધારણ કર્યા છે, અંશતઃ વ્રતોનો અભ્યાસી છે તે દર્શનિક શ્રાવક છે.
| જિનેન્દ્રદેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગમ્બર તપસ્વી-એ ત્રણેને ઉપાસકાધ્યયનમાં તત્ત્વ કહ્યાં છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને માર્ગ કહ્યો છે. તત્ત્વ અને માર્ગનો જેને પક્ષ છે-તે તરફ જેનું વલણ છે તે દર્શનિક શ્રાવક યા પાક્ષિક શ્રાવક કહેવાય છે. ૧
વિશેષ જે સ્યાદ્વાદરૂપ પરમાગમ દ્વારા નિશ્ચય-વ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્ત્વ અને પરતત્ત્વને જાણી શ્રદ્ધાન દઢ કરે છે, જે જાતિ-કુળાદિ આઠ મદ રહિત છે, જે કે અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયમાં જોડાવારૂપ ચારિત્રદોષની બળજબરીથી તેને વિષયોમાં રાગ વર્તે છે તથા ગૃહારંભની પ્રવૃત્તિ હોય છે, છતાં અભિપ્રાયમાં તેનો જરાયે આદર નથી, તેને ભલો માનતો નથી, તેનું સ્વામીપણું નથી, શ્રદ્ધામાં તેનો નિષેધ વર્તે છે; જેને રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે, જે ભેદવિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયકસ્વભાવને રાગ-દ્વેષાદિથી ભિન્ન અનુભવે છે ને પોતાના આત્માથી દેહને વસ્ત્રસમાન ભિન્ન જાણે છે, જે અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ વીતરાગદેવની જ દેવબુદ્ધિથી આરાધના કરે છે, અહિંસામય ધર્મને જ ધર્મ માને છે, આરંભ-પરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છે-તે દર્શનિક શ્રાવક છે.
વળી તે માને છે કે કોઈ જીવ કોઈને મારે નહિ કે જીવાડે નહિ, કોઈને સુખી કરે નહિ કે દુઃખી કરે નહિ, પરંતુ પોતાના પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેની તેવી દશા થાય છે.
વળી સમ્યગ્દષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં, જે કાળમાં,
भयवसणमलविवज्जिय संसारसरीरभोगणिव्वण्णो। સદગુiામો વંસળશુદ્ધો દુ પંગુરુનત્તો ફl( શ્રી રયણસાર શ્રી કુન્દકુન્દાચાર્ય)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com