________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૯ रागता न स्यात् विपक्षभावनावशाद्रागाहीनां दान्यतिशयदर्शनात् केवलिनि तत्परमप्रकर्षप्रसिद्धर्वीतरागतासंभवे भोजनाभावपरमप्रकर्षोऽपि तत्र किं न स्यात्, सगावनातो भोजनादावपि हान्यतिशयदर्शनाविशेषात्। तथा हि... विपक्ष भावना वशात् स एव पुनरेकवार मुक्ते। कश्चित् पुनरेकदिनाद्यन्तरितभोजनः, अन्य पुनः पक्षमाससंवत्वराधन्तरितभोजन इति। किं च-बुमुक्षापीडानिवृत्तिभोजनरसास्वादनाङ्गवेत् तदास्वादनं चास्य रसनेन्द्रियात् केवलज्ञानद्धा? रसनेन्द्रियाच्चेत् मतिज्ञानप्रसंगात् केवलज्ञानाभावः स्यात्। केवलज्ञानाच्चेत् किं भोजनेन? दूरस्थस्यापि त्रैलोक्योदरवर्तिनो रसस्य परिस्फुटं तेनानुभवसंभवात्। कथं चास्य
જો એમ કહેવામાં આવે કે વિપક્ષ ( વિરુદ્ધ-વિપરીત) ભાવનાના વશથી રાગાદિની હીનતાનો અતિશય જોવામાં આવે છે (અર્થાત્ રાગાદિકથી વિરુદ્ધ ભાવના કરવાથી રાગાદિકમાં હાસ જોવામાં આવે છે ). કેવલી ભગવાનમાં તેની (રાગાદિકના હાસની) પરમ પ્રકર્ષતા (ચરમ સીમા) સિદ્ધ હોવાથી તેમને વીતરાગતા સંભવે છે. (તેમની વીતરાગતામાં બાધ આવતો નથી.) તેનો ઉત્તર એ છે કે જો એમ છે તો તેમનામાં ભોજનના અભાવની પરમ પ્રકર્ષતા પણ કેમ ન હોઈ શકે? કારણ કે ભોજનના અભાવની ભાવનાથી ભોજનાદિકમાં પણ (સામાન્ય મનુષ્ય અને ભગવાન બંનેમાં) અવિશેષપણે હાસનો અતિશય જોવામાં આવે છે.
તે આ પ્રમાણે-જે એક દિવસમાં અનેકવાર ભોજન કરે છે તે જ વિપક્ષ ભાવનાથી ( રાગના-ઈચ્છાના અભાવસ્વરૂપ ભાવનાથી) કદાચિત એકવાર ભોજન કરે છે. કોઈ તો એક દિવસના અંતરે ભોજન કરે છે, તો વળી અન્ય કોઈ પક્ષ, માસ, વર્ષાદિના આંતરે ભોજન કરે છે.
વળી બીજી વાત એ છે કે અરહંત ભગવાનને જો બુભક્ષા સંબંધી પીડાની નિવૃત્તિ ભોજનના રસાસ્વાદથી થતી હોય તો અમે પૂછીએ છીએ કે તે રસાસ્વાદન તેમને રસેન્દ્રિયથી થાય છે કે કેવલજ્ઞાનથી? જે રસેન્દ્રિયથી થાય છે એમ કહો તો તેમને મતિજ્ઞાનનો પ્રસંગ આવવાથી કેવલજ્ઞાનનો અભાવ થાય. આ દોષથી બચવાને માટે જ કેવલજ્ઞાનથી રસાસ્વાદન થાય છે એમ કહો તો ભોજનની શી જરૂર છે? કારણ કે દુર રહેવા છતાં પણ ત્રણ લોકની અંદર વર્તતા રસનો પરિસ્પષ્ટ (પ્રત્યક્ષ) અનુભવ કેવલજ્ઞાન દ્વારા થઈ શકે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com