________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુન્દકુન્દजनितत्त्वप्रसंगः। तथा हि-भगवतो ज्ञानमिन्द्रियजं ज्ञानत्वात् अस्मदादिज्ञानवत्। अतो भगवतः केवलज्ञानलक्षणातीन्द्रियज्ञानासंभवात् सर्वज्ञत्वाय दत्तो जलाव्जलिः। ज्ञानत्वाविशेषऽपि तज्ज्ञानस्यातीन्द्रियत्वे देहस्थितित्त्वाविशेषेऽपि तद्देहस्थितेरकवलाहारपूर्वकत्वं किं न स्यात्। वेदनीयसङ्गवातस्य बुमुक्षोत्पत्ते... वेदनीयस्य बुभुक्षोत्पादने सामार्थ्यात। 'मोक्तुमिच्छा हि बुभुक्षा', सा मोहनीयकर्मकार्यत्वात् कथं प्रक्षीणमोहे भगवति स्यात् ? अन्यथा रिरंसाया अपि तत्र प्रसंगात् कमनीयकामिन्यादिसेवाप्रसक्तेरीश्वरादेस्तस्याविशेषाद्वीत
જનિત હોવાનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત છે કારણ કે આપણા જેવાના જ્ઞાનની માફક જ ભગવાનનું જ્ઞાન હોવાથી, અને ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજનિત ઠરતાં અહંત ભગવાનને કેવલજ્ઞાનરૂપ અતીન્દ્રિય જ્ઞાનનો અસંભવ થવાથી તેમના સર્વજ્ઞપણાને જલાંજલિ અપાઈ ગઈ. (તેમને સર્વજ્ઞતાના અભાવનો પ્રસંગ આવે.) વળી જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના અને તેમના જ્ઞાનમાં જ્ઞાનત્વની અપેક્ષાએ સમાનતા હોવા છતાં કેવલી ભગવાનનું જ્ઞાન અતીન્દ્રિય છે, તો તેનો ઉત્તર એ છે કે (આપણા જેવાને જેમ દેહની સ્થિતિ છે તેમ કેવલી ભગવાનને પણ દેહની સ્થિતિ છે એ રીતે) દેહની સ્થિતિની અપેક્ષાએ બંનેમાં સમાનતા હોવા છતાં કેવલી ભગવાનના દેહની સ્થિતિ કવલાહારના અભાવપૂર્વક (કવલાહાર વિના) કેમ ન હોઈ શકે ? (જેવો તેમને જ્ઞાનનો અતિશય છે તેવો કવલાહાર વિના તેમના દેહની સ્થિતિનો અતિશય કેમ ન માનો?).
(વળી તમે કહો કે) વેદનીય કર્મના સદભાવથી તેમને (કેવળીને) ભોજનની ઇચ્છાની ઉત્પત્તિ છે અને તેથી ભોજનાદિમાં (તેમની) પ્રવૃત્તિ છે, તો એમ કહેવું યોગ્ય નથી, કારણ કે મોહનીય કર્મ સહિત જ વેદનીય કર્મને ભોજનની ઈચ્છા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. ખાવાની (ભોજન કરવાની) ઈચ્છા તે બુભક્ષા–તે મોહનીય કર્મનું કાર્ય હોવાથી જેમનો મોહ પ્રક્ષીણ થઈ ગયો છે તેવા અહંન્ત ભગવાનમાં તે કેમ હોઈ શકે ? નહિતર (અર્થાત્ મોહના અભાવમાં પણ ઈચ્છાની ઉત્પત્તિ થાય તો) સ્ત્રી સાથે રમવાની ઈચ્છાનો પણ પ્રસંગ આવે અને સુંદર સ્ત્રી આદિની સેવામાં આસક્ત જન અને સર્વજ્ઞઅહંત દેવમાં વિશેષતા ન રહેવાથી તેમને વીતરાગતા કેમ હોઈ શકે? ( અર્થાત્ સુંદર શપ્યામાં શયન, આભરણ, વસ્ત્રાદિ ભોગપભોગની ઈચ્છાનો પ્રસંગ આવે તો અન્ત ભગવાનને વીતરાગતાનો અભાવ થયો, એ દોષ આવે; કારણ કે જ્યાં ઈચ્છા હોય ત્યાં વીતરાગતા હોઈ શકે નહિ.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com