________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૭૯ च भगवता। यथा-पूर्वभवे त्वमत्रैव ब्राह्मणपुत्री नागश्री नामा जातासि। राजकीयदेवकुले सम्मार्जनं करोपि तत्र देवकुले चैकदाऽपराहे प्राकाराभ्यन्तरे निर्वातगर्तायां मुनि:दत्तनामा मुनि: पर्यंककायोत्सर्गेण स्थितः। त्वया च रुष्टया भणितः कटकाद्राजा समायातोऽ-त्रागमिष्यतीत्युत्तिष्ठोत्तिष्ठ सम्मार्जनं करोमि लग्नेति ब्रुवाणायास्तत्र मुनि: कायोत्सर्गं विधाय मौनेन स्थितः। ततस्त्वय कचवारेण पूरचित्वोपरि सम्मार्जनं कृतम्। प्रभाते तत्रागतेन राज्ञा तत्प्रदेशे क्रोडता उच्छ्वसितनिःश्वसितप्रदेशं दृष्ट्वा उत्खन्य निःसारितश्च स मुनिः। ततस्त्वयात्मनिन्दां कृत्वा धर्मे रुचिः कृता। परमादरेण च तस्य मुनेस्त्वया तत्पीडोपशमनार्थ विशिष्टमौषधदानं वैयावृत्यं च कृतम्। ततो निदानेन मृत्वेह धनपतिधनश्रियोः पुत्री वृषभसेना नाम जातासि। औषधदानफलात् सर्वैषधर्द्धिफलं जातम्। कचवारपूरणात् कलङ्किता च। इति श्रुत्वात्मानं मोचयित्वा वृषभसेना तत्समीपे आर्यिका जाता। औषधदानस्य फलम्।
ભગવાને કહ્યું, “પૂર્વભવમાં તું અહીં જ નાગશ્રી નામની બ્રાહ્મણપુત્રી તરીકે જન્મી હતી. રાજાના દેવકુલમાં તું કચરો કાઢતી. તે દેવકુલમાં એક દિવસ બપોર પછી કિલ્લાની અંદર પવનરહિત ખાડામાં મુનિદત્ત નામના મુનિ પદ્માસને કાયોત્સર્ગમાં બેઠા હતા. તેણે (બ્રાહ્મણપુત્રીએ) ગુસ્સે થઈને કહ્યું, “કટકમાંથી (સેનાની છાવણીમાંથી) રાજા પાછા ફર્યા છે, તેઓ અત્રે આવશે, માટે ઊઠો ઊઠો. મારે કચરો વાળવો છે.”
એવું તે બોલતી રહી અને મુનિ ત્યાં કાયોત્સર્ગ કરીને મૌનથી સ્થિત રહ્યા. પછી કચરાથી (તે ખાડો ) પૂરીને તેણે ઉપર સંમાર્જન (સાફસૂફ ) કર્યું.
પ્રભાતમાં ત્યાં આવેલા રાજા તે પ્રદેશમાં ક્રીડા કરતાં કરતાં તે સ્થાને પહોંચ્યો ત્યારે ઉચ્છવાસ-નિ:શ્વાસના કારણે ઊંચાનીચા થતા તે પ્રદેશને જોઈને (તે પ્રદેશને) ખોદાવીને મુનિને બહાર કાઢયા. પછી તેણે (બ્રાહ્મણપુત્રીએ) આત્મનિંદા કરીને ધર્મમાં રુચિ કરી. તે મુનિની પીડાને શાંત કરવા માટે તેણે પરમ આદરથી વિશિષ્ટ (ઉત્તમ) ઔષધદાન અને વૈયાવૃત્ય કર્યું. પછી નિદાનથી મરીને અહીં તું ધનપતિ અને ધનશ્રીને ત્યાં વૃષભસેના નામની પુત્રી તરીકે જન્મી છે. ઔષધદાનના ફળથી તને સર્વોપધ-ઋદ્ધિનું ફળ પ્રાપ્ત થયું છે અને કચરો પૂરવાને કારણે તું કલંકિત થઈ છે.”
આમ સાંભળીને પોતાની જાતને રાજાથી છોડાવીને વૃષભસેના તેમના સમીપે આર્શિકા થઈ. આ ઔષધદાનનું ફળ છે. ૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com