________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
રત્નકરડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદकर्ण्य ममायं पृथ्वीचन्द्रो मर्मभेदीति पर्यालोच्यागत्य चोग्रसेनस्यातिप्रसादितः सामन्तो जातः। उग्रसेनेन चास्थानस्थितस्य यन्मे प्राभृतमागच्छति तस्या) मेघपिंगलस्य दास्यामि अर्धं च वृषभसेनाया इति व्यवस्था कृता। एवमेकदा रत्नकंबलद्वयमागत-मेकैकं सनामाकं कृत्वा तयोर्दत्तं। एकदा मेघपिंगलस्य राज्ञी विजयाख्या मेघपिंगलकम्बलं प्रावृत्य प्रयोजनेन रूपवतीपावें गता। तत्र कम्बलपरिवर्तो जातः। एकदा वृषभसेनाकम्बलं प्रावृत्त्य मेघपिंगल: सेवायामुग्रसेनसभायामागतः राजा च तमालोक्यातिकोपाद्रक्ताक्षो बभूव। मेघपिंगलश्च तं तथाभूतमालोक्य ममोपरि कुपितोऽयं राजेति ज्ञात्वा दूरं नष्टः। वृषभसेना च रुष्टेनोग्रसेनेन मारणार्थं समुद्रजले निक्षिप्ता। तया च प्रतिज्ञा गृहीता यदि एतम्मादुपसर्गादुद्धरिष्यामि तदा तप: करिष्यामीति। ततो व्रतमाहात्म्याज्जलदेवतया तस्याः सिंहासनादिप्रातिहार्यं कृतम्। तच्छुत्वा पश्चात्तापं कृत्वा राजा तमानेतुं गतः। आगच्छता वनमध्ये गुणधरनामाऽवधिज्ञानी मुनिदृष्टिः। स च वृषभसेनया प्रणम्य निजपूर्वभवचेष्टितं पृष्टः। कथितं
આ પૃથિવીચંદ્ર મારો મર્મભેદી છે.” એવો વિચાર કરીને આવ્યો અને રાજા ઉગ્રસેનની બહુ મહેરબાનીથી તેનો સામન્ત થયો.
આ સ્થાને બેઠેલા એવા મારી પાસે જે પ્રાભૃત (ભેટ) આવશે તેનો અર્ધો ભાગ મેઘપિંગળને અને અર્ધો ભાગ હું વૃષભસેનાને આપીશ.” એવી ઉગ્રસેને વ્યવસ્થા કરી.
એક દિવસ બે રત્નકંબલ આવી. નામાંકિત કરીને એક એક કંબલ તે બંનેને આપી. એક દિવસ મેઘપિંગળની વિજયા નામની રાણી મેઘપિંગળની કંબલ ઓઢીને પ્રયોજનવશાત્ રૂપવતી પાસે ગઈ, ત્યાં કંબલની અદલાબદલી થઈ ગઈ. એક દિવસ વૃષભસેનાવાળી કંબલ ઓઢીને મેઘપિંગળ, રાજા ઉગ્રસેનની સભામાં તેની સેવામાં આવ્યો. તેને જોઈને અતિકોપથી રાજાની આંખો લાલચોળ થઈ ગઈ. મેપિંગળ તેને તેવો જોઈને, “આ રાજા મારા ઉપર ગુસ્સે થયો છે”—એમ જાણીને દૂર ભાગ્યો. ગુસ્સે થયેલા ઉગ્રસેને વૃષભસેનાને મારવા માટે સમુદ્રના પાણીમાં ફેંકી. તેણે (વૃષભસેનાએ) પ્રતિજ્ઞા કરી કે, “જો હું આ ઉપસર્ગમાંથી બચીશ તો તપ કરીશ.”
પછી વ્રતના માહાભ્યથી, જળદેવતાએ તેનું સિંહાસનાદિ પ્રાતિહાર્ય કર્યું, તે સાંભળીને રાજાને પશ્ચાત્તાપ થયો અને તે તેને લેવાને ગયો. પાછા આવતાં રાજાએ વનમાં ગણધર નામના અવધિજ્ઞાની મુનિ દીઠા તેમને પ્રણામ કરી વૃષભસેનાએ પોતાના પૂર્વભવની કરણી પૂછી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com