________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદતૈર્નવલમ: પુર્વે: પુષ્યોપાર્જનદેતુન: શરૂ ા
પડગાહવું, ઉચ્ચસ્થાન આપવું, ચરણ-પ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ અને એષણા (ભોજન) શુદ્ધિ-એ નવ પ્રકારની ભક્તિ છે.
પુણ્યોપાર્જનના હેતુથી એ નવ પ્રકારની ભક્તિથી (દાતારે પાત્રને દાન આપવું જોઈએ).
ભાવાર્થ :- સાત ગુણો સહિત શ્રાવક, ભદ્રપરિણામથી પાંચ સૂના અને આરંભ રહિત મુનિને, નવધાભક્તિપૂર્વક શુદ્ધ આહારાદિ આપે તેને દાન કહે છે.
વિશેષ દાનને પાત્ર કોણ?
મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ ગુણોનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. તેના ત્રણ પ્રકાર છે
૧. જઘન્ય પાત્ર (વ્રતરહિત સમ્યગ્દષ્ટિ), ૨. મધ્યમ પાત્ર (દેશવ્રતી શ્રાવક) અને ૩. ઉત્તમ પાત્ર (મહાવ્રતી મુનિ).”
જે જીવ સમ્યગ્દષ્ટિ છે તે જ દાનને પાત્ર છે. ઉપરોક્ત ત્રણ પ્રકારના પાત્રો સુપાત્ર છે. સમ્યકત્વરહિત બાહ્યવ્રત પાળનાર તે કુપાત્ર છે અને જેને સમ્યગ્દર્શન નથી તેમ જ બાહ્યવ્રત-ચારિત્ર પણ નથી તે અપાત્ર છે.
અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ ન કરે, કેમ કે તેના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. કુપાત્રને યોગ્ય રીતે (કરુણાબુદ્ધિ વડે) આહારાદિ દાન દેવું જોઈએ.”
ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે; તેથી જે પુરુષ દાન કરે છે તે જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે.” ૧. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય, શ્લોક ૧૭૧. ૨. ગુજરાતી મોક્ષશાસ્ત્ર, પૃષ્ઠ ૬ર૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com