________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૫૩ प्रोषधोपवासः पुनर्ज्ञातव्यः। कदा? पर्वणि चतुर्दश्यां। न केवलं पर्वणि, अष्टम्यां च। किं पुनः प्रोषधोपवासशब्दाभिधेयं ? प्रत्याख्यानं। केषां ? चतुरभ्यवहार्याणां चत्वारि अशनपानखाद्यलेह्यलक्षणानि तानि चाभ्यवहार्याणि च भक्षणीयानि तेषां। किं कस्यां चिदेवाष्टम्यां चतुर्दश्यां च तेषां प्रत्याख्यानमित्याह-सदा सर्वकालं। काभिः इच्छाभिव्रतविधानवाञ्छाभिस्तेषां प्रत्याख्यानं न 'पुनर्व्यवहारकुतधरणकादिभिः।। १०६ ।।
ટીકા :- ‘પ્રોષધોપવીસ: જ્ઞાતવ્ય:' પ્રોપધોપવાસ જાણવો જોઈએ. ક્યારે ? પર્વ' ચતુર્દશીના દિવસે; કેવળ ચતુર્દશીના દિવસે નહિ પરંતુ જ્યાં ઘ' અષ્ટમીના દિવસોએ પણ; વળી “પ્રોષધોપવાસ' શબ્દથી શું કહેવા યોગ્ય છે? “પ્રત્યારણ્યાનમ' ત્યાગ. કોનો (ત્યાગ) ? “ તુરચવાન' ચાર-અશન, પાન, ખાદ્ય અને લેહ્યરૂપ ખાવા યોગ્ય આહારોનો. શું કોઈ અષ્ટમી ને ચતુર્દશીના દિવસે જ તેમનો ત્યાગ કરવો? તે કહે છે- “સલા' સર્વકાલ (હંમેશાં તેમનો ત્યાગ કરવો). શા વડે? “ગુચ્છામિ ' વ્રતવિધાનની ભાવનાઓથી તેમનો ત્યાગ કરવો, નહિ કે વ્યવહાર કરેલી ધારણા આદિથી.
ભાવાર્થ - પ્રત્યેક ચતુર્દશી અને અષ્ટમીના દિવસે ખાઘ (રોટલી, દાળ, ભાત વગેરે), સ્વાધ (લાડુ, પંડા, બરફી આદિ), લેહ્ય ( રાબડી, કેરીનો રસ આદિ) અને પેય (દૂધ, પાણી, છાશ આદિ) –એ ચાર પ્રકારના આહારોનો, વ્રત ધારણ કરવાની આંતરિક ઇચ્છાથી ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ શિક્ષાવ્રત કહે છે.
આ પ્રોપધોપવાસ આઠમ-ચૌદશ સિવાય અન્ય દિવસોમાં પણ વ્રત-વિધાનમાં ઇચ્છાથી કરવો જોઈએ. સામાયિકના સંસ્કારને સ્થિર કરવા માટે પણ તેની જરૂર છે.
વિશેષ પ્રોપધોપવાસ કરવાની વિધિ
૧. અષ્ટમી કે ચતુર્દશીના પૂર્વ દિવસે બપોરે (બે પહોર બાદ ) ભોજન કરી, ૧૬ પ્રહર (૪૮ કલાક) ના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. સર્વ આરંભનો ત્યાગ કરી એકાન્તમાં ધર્મધ્યાનપૂર્વક તે દિવસ વ્યતીત કરવો.
૨. પર્વનો (અષ્ટમી-ચતુર્દશીનો ) આખો દિવસ અને રાત ધાર્મિક કાર્યોમાં પસાર કરવાં.
૨. ન પુનર્વ્યવહારે ત્રસાવાવિમિ. ( ? ) ઘા ૨. પ્રોષધોપવાસની વિધિ માટે જાઓ, પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય શ્લોક ૧૫ર થી ૧૫૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com