________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૪૯ अधिकृर्वीरन् सहेरन्नित्यर्थः। के ते? सामयिकं प्रतिपन्नाः सामायिकं स्वीकृतवन्तः। किंविशिष्टाः सन्तः? अचलयोगाः स्थिरसमाधयः प्रतिज्ञातानुष्ठानापरित्यागिनो वा। तथा मौनधरास्तत्पीडायां सत्यामपि क्लीबादिवचनानुच्चारकाः दैन्यादिवचनानुच्चारकाः। कमधिकुर्वीरन्नित्याह - शीतेत्यादि - शीतोष्णदंशमशकानां पीडाकारिणां तत्परिसमन्तात् सहनं तत्परीषहस्तं, न केवलं तमेव अपि तु उपसर्गमपि च देवमनुष्यतिर्यक्कृतं ।। १०३।।
तं चाधिकुर्वाणा: सामायिके स्थिता एवंविधं संसारमोक्षयोः स्वरूपं चिन्तयेयुरित्याह[ મૌનધર:] મૌન ધરીને તથા [ગવતયો :] યોગોની પ્રવૃત્તિને અચળ (સ્થિર) કરીને [શીતોષ્ણ વંશમશપરીષદમ] શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિ પરિષહોને [૨] અને [૩૫સમ] ઉપસર્ગને [ પિ] પણ [ પુર્વરન] સહન કરવો જોઈએ.
ટીકા :- “કર્વીિન' સહન કરવો જોઈએ એવો અર્થ છે. કોણે તે? સામાયિ$ પ્રતિપના:' સામાયિકનો જેમણે સ્વીકાર કર્યો છે તેઓએ. કેવા પ્રકારના વર્તતા તેઓ? “અવતયો :' સ્થિર સમાધિવાળા આ (સામાયિકના) અનુષ્ઠાનની પ્રતિજ્ઞાનો પરિત્યાગ નહિ કરતા થકા તથા “મૌધરી:' તેની પીડા હોવા છતાં નામદ આદિનાં વચનો નહિ બોલતા અર્થાત્ દીન વચનોનું ઉચ્ચારણ નહિ કરતા (તેઓ). શું સહન કરવું જોઈએ, તે કહે છે- “શીતોષ્ણત્યાતિ' પીડાકારી શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિને સર્વ પ્રકારે સહન કરવાં તે પરિષહ-તેને કેવલ તેને જ નહિ પરંતુ “ઉ૫સનો 'દેવ-મનુષ્ય-તિર્યંચ કૃત ઉપસર્ગને પણ (સહન કરવો જોઈએ).
ભાવાર્થ - સામાયિક કરનાર શ્રાવકે મૌન ધારણ કરી તથા મન-વચન-કાયની પ્રવૃત્તિને રોકી-સ્થિર કરી શીત-ઉષ્ણ-ડાંસ-મચ્છરાદિ બાવીસ પરિષહોને તથા દેવ-મનુષ્યતિર્યંચ કૃત ઉપસર્ગોને પણ સહન કરવા, અર્થાત્ પરિષહો અને ઉપસર્ગ સંબંધી પીડા હોવા છતાં મૌન સેવી તેને સહન કરવી; પરંતુ સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાને છોડવી નહિ તેમ જ નમાલા યા દીન વચનો બોલવાં નહિ. ૧૦૩.
તેને (પરિષહ અને ઉપસર્ગને) સહન કરતાં, સામાયિકમાં સ્થિત (શ્રાવકોએ) આ પ્રકારનું સંસાર-મોક્ષનું સ્વરૂપ વિચારવું જોઈએ એમ કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com