________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર गृही श्रावकः। कदा ? सामायिकावस्थायां। क इव ? चेलोपमृष्टमुनिखि चेलेन वस्त्रेण उपसृष्ट: उपसर्गवशाद्वेष्टितः स चासौ मुनिश्च स इव तद्वत्।।१०२।। तथा सामायिकं स्वीकृतवन्तो ये तेऽपरमपि किं कुर्वन्तीत्याह
शीतोष्णदंशमशकपरीषहमुपसर्गमपि च मौनधराः।
सामयिकं प्रतिपन्ना अधिकुर्वीरन्नचलयोगाः।। १०३।। કોણ છે? “દી' શ્રાવક. ક્યારે? “સામાયિ' સામાયિકની અવસ્થામાં. કોની જેમ ? ‘વેનોપતૃણમુનિ: રૂવ' ઉપસર્ગના કારણે વસ્ત્રથી વેષ્ટિત (ઓઢાડેલા) મુનિની જેમ.
ભાવાર્થ :- સામાયિકના સમયે સામાયિક વ્રતધારી શ્રાવકને. સર્વ પ્રકારના આરંભ અને અંતરંગ તથા બહિરંગ પરિગ્રહોનો સર્વથા અભાવ હોવાથી ઉપસર્ગના કારણે વસ્ત્રવેષ્ટિત મુનિ સમાન મુનિપણાને તે પ્રાપ્ત કરે છે.
પરિમિત વસ્ત્રધારી અણુવ્રતી શ્રાવકને, સામાયિક વખતે સર્વ આરંભ અને પરિગ્રહનો ભાવથી ત્યાગ હોય છે. તે સમયે તેનું ચિત્ત ધર્મધ્યાનનાં સાધનોમાં મગ્ન હોય છે. પહેરેલાં વસ્ત્રો ઉપર તેને મૂર્છા હોતી નથી. આથી ઉપસર્ગ વખતે વસ્ત્ર ઓઢેલા મુનિ સમાન તે છે. કારણ કે બાહ્યમાં બંને વસ્ત્રસહિત છે, પણ મમત્વહીન છે અને અંતરંગમાં બંને આરંભ અને પરિગ્રહ ભાવથી રહિત છે.
શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે, ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્ર સહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજુ સુધી તે કષાયનો ત્યાગ કર્યો નથી. ૧૦૨.
તથા સામાયિકને સ્વીકૃત કરવાવાળા જે ગૃહસ્થ છે તેઓ બીજાં શું કરે છે તે કહે છેસામાયિકમાં પરિષહું અને ઉપસર્ગ સહન કરવાનો ઉપદેશ
શ્લોક ૧૦૩ અન્વયાર્થ :- [ સામયિ$] સામાયિકને [પ્રતિપના:] ધારણ કરનારાઓએ ૧. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૫૦ નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com