________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરડક શ્રાવકાચાર
૨૪૧ सामयिकं नाम स्फुटं शंसन्ति प्रतिपादयन्ति। के ते? सामयिकाः समयमागमं विन्दन्ति ये ते सामायिका गणधरदेवादयः। किं तत् ? मुक्तं मोचनं परिहरणं तत् यत् सामयिक। केषां मोचनं ? पंचाधानां हिंसादिपंचपापानां। कयं ? आसमयमुक्ति वक्ष्यमाणलक्षणसमयमोचनं आ समन्तद्व्याप्य गृहीतनियमकालमुक्तिं यावदित्यर्थः। कथं तेषां मोचनं ? अशेषभावेन सामस्त्येन न पुनर्देशतः। सर्वत्र च अवधेः परभागे अपरभागे च। अनेन देशावकाशिकादस्य भेदः प्रतिपादितः।। ९७।।। સુધી) [ પંવાધાનામ] પાંચ ( હિંસાદિ ) પાપોના [મુ$] ત્યાગને [સામયિ નામ] સામાયિક નામનું શિક્ષાવ્રત [શંસત્તિ] કહે છે.
ટીકા :- “સામયિ નામ શંસન્તિ' ખરેખર સામાયિક (શિક્ષાવ્રત) કહે છેસામાયિકનું પ્રતિપાદન કરે છે. કોણ છે? “સામયિT:' સમય એટલે આગમને (શાસ્ત્રને) જે જાણે છે તે સામાયિકો-ગણધરદેવાદિ. શું તે? “મુ$' જે છોડવું તે- ત્યાગવું તે સામાયિક છે. કોનું ત્યાગવું? “પધાનામ' હિંસાદિ પાંચ પાપોનું. કઈ રીતે? કાસમયમુ'િ કરવા ધારેલી પ્રતિજ્ઞાનો સમય છૂટે-સર્વ તરફથી વ્યાસ અર્થાત્ પૂરો થાય ત્યાંસુધી-સામાયિક માટે સ્વીકારેલો નિશ્ચિત કાળ છૂટે અર્થાત્ પૂર્ણ થાય ત્યાંસુધી એવો અર્થ છે. તેમનું (પાંચ પાપોનું) કઈ રીતે મોચન-ત્યાગ? “મશેષમાન' (તે ત્યાગ ) સમસ્ત ભાવથી (સંપૂર્ણરૂપથી), એકદેશથી નહિ; અને “સર્વત્ર' સર્વત્ર અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર. આનાથી દેશાવકાશિકના ભેદનું (સામાયિક શિક્ષાવ્રતનું) પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ભાવાર્થ :- સામાયિક વખતે કરેલી મર્યાદાની અંદર અને બહાર-સર્વત્ર (બધી જગ્યાએ) સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી, હિંસાદિ પાંચે પાપોના મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી કરેલા ત્યાગને ગણધરદેવાદિ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
પોતાની કરેલી મર્યાદામાં પણ સામાયિકના નિશ્ચિત કાળ સુધી ભોગોપભોગનો સર્વથા ત્યાગ કરવાથી સામાયિક વ્રતધારી શ્રાવક પણ મુનિવત્ પાંચ પાપોથી સર્વથા રહિત થઈ જાય છે.
સામાયિક વ્રતમાં હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ હોય છે અને રાગ-દ્વેષના ત્યાગરૂપ સર્વ પ્રાણીઓ પ્રત્યે સામ્યભાવ હોય છે, વળી કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com