________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
૨ત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાન શ્રી કુંદકુંદ
ભાવાર્થ :- જેનામાં વીતરાગતા (નિર્દોષપણું ), સર્વજ્ઞતા અને પરમહિતોપદેશકપણું એ ત્રણ ગુણ હોય તેને જ આપ્ત કહે છે, આ ત્રણ લક્ષણ (ગુણ) વિના આપ્તપણે સંભવી શકે નહિ.
આપ્તમાં સુધા-તૃષાદિક અઢાર દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે–વીતરાગ છે. તેઓ ત્રિકાલવર્તી સમસ્ત ગુણ-પર્યાય સહિત સમસ્ત જીવ-પુદ્ગલ, ધર્મ-અધર્મ, આકાશ, કાલના અનંત પર્યાયોને યુગપત પ્રત્યક્ષ જાણે છે, તેથી તેઓ સર્વજ્ઞ છે અને તેઓ દિવ્યધ્વનિ દ્વારા દ્વાદશાંગ આગમના મૂળ ઉપદેશક છે. તેથી તેઓ આગમના ઈશ (સ્વામી) છે.
વિશેષ પ્રશ્ન :- આતનાં આ ત્રણ લક્ષણો કેમ કહ્યાં? એક નિર્દોષતામાં (વીતરાગતામાં) જ બધાં લક્ષણો ન આવી જાય?
સમાધાન :- પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલાદિમાં સુધા, તૃષા, રાગ, દ્વેષાદિક દોષો નથી, તેથી તેઓ નિર્દોષ છે. હવે નિર્દોષતા જ આસનું લક્ષણ હોય તો પુદ્ગલ આદિ આપ્ત ઠરે. પણ આપ્ત તો ચેતન છે, અને પુદ્ગલાદિક તો જડ છે; તેથી જડ ચેતન ઠરે. એ અતિવ્યાપ્તિ દોષ આવે.'
જો નિર્દોષતા (વીતરાગતા) અને સર્વજ્ઞતા એ બે લક્ષણો જેમાં હોય તેને આપ્ત માનવામાં આવે તો તે બે લક્ષણો તો સિદ્ધમાં પણ છે, તેથી તે પણ આત ઠરે. પણ તેમનામાં હિતોપદેશીપણાનો અભાવ છે તેથી તેઓ આમ નથી. તેમાં પણ અતિવ્યાતિ દોષ આવે.
માટે વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમહિતોપદેશકતા એ ત્રણે ગુણો સહિત દેવાધિદેવ પરમ ઔદારિક શરીરમાં તિષ્ઠતા ભગવાન સર્વજ્ઞ વીતરાગ અરહંતને જ
૧. “જે લક્ષ્ય તથા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાતિપણું જાણવું જેમ આત્માનું લક્ષણ “અમૂર્તિત્વ' કહ્યું, ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા તેમાં પણ હોય છે. માટે એ લક્ષણ અતિવ્યામિ દોષ સહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિક પણ આત્મા થઈ જાય, એ દોષ આવે...”
( ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ-૩૧૬.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com