________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
રત્નકરણડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદ__ प्रसाध्यन्ते व्यवस्थाप्यन्ते। कानि? महाव्रतानि। केन ? देशावकाशिकेन च न केवलं दिग्विरत्यापितु देशावकाशिकेनापि। कुतः? स्थूलेतरपंचपापसंत्यागात् स्थूलेतराणि च तानि हिंसादिलक्षणपंचपापानि च तेषां सम्यक् त्यागात्। क्व ? सीमान्तानां परतः देशावकाशिव्रतस्य सीमाभूता ये 'अन्ताधर्मा' गृहादयः संवत्सरादिविशेषां तेषां वा अन्ताः पर्यन्तास्तेषां परतः परस्मिन् भागे।।९५।। [પરતઃ] બહાર [પૂર્તત૨૫ગ્નાપસંન્યા ] સ્કૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં પાપોનો ત્યાગ હોવાથી [વેશવાશિન] દશાવકાશિક વ્રત દ્વારા [મદાવ્રતાનિ] મહાવ્રત [ પ્રસાધ્યન્ત] (ઉપચારથી ) સિદ્ધ થાય છે.
ટીકા :- “પ્રસાધ્યન્ત' સાધવામાં આવે છે–સ્થાપવામાં આવે છે. શું? મદાવ્રતાનિ' મહાવ્રત. કોની દ્વારા? “તેશાવવાશિ ૪' દેશાવકાશિકવ્રત દ્વારા અર્થાત્ ન કેવલ દિગ્વિરતિવ્રત દ્વારા પરંતુ દેશાવકાશિકવ્રત દ્વારા પણ. શાથી? ‘ધૂનેત૨૫પાપíત્યા'I' સ્કૂલ અને સૂક્ષ્મ હિંસાદિરૂપ પાંચ પાપોના સમ્યક ત્યાગથી. કયા (ત્યાગ ) ? “સીમાન્તાનાં પરત:' દેશાવકાશિંકવ્રતની સીમા (મર્યાદા ) રૂપ ગૃાદિ અંત (અંતિમ યુદ-રેખા) સુધી તથા સંવત્સરાદિ કાળ-વિશેષના અંત સુધી, (દશાવકાશિકવ્રતમાં કરેલી) મર્યાદાની બહારના ભાગમાં (ક્ષેત્રમાં) હિંસાદિ પાપોના ત્યાગથી ઉપચારથી મહાવ્રત સાબિત થાય છે.
ભાવાર્થ :- દેશાવકાશિકવ્રતની ક્ષેત્ર-મર્યાદાની બહાર દિવ્રતની જેમ દેશવ્રતીને પણ સ્કૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં પાપોનો અભાવ હોવાથી તેનું દેશવ્રત મર્યાદા બહાર મહાવ્રત જેવું થઈ જાય છે-અર્થાત્ તેનું દેશવ્રત મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત છે, પરંતુ સાક્ષાત્ મહાવ્રત નથી, કારણ કે તેને મહાવ્રતના ભાવને ઘાતવામાં નિમિત્તરૂપ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સદ્ભાવ છે. '
જે મનુષ્ય જીવનપર્યન્ત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીની દિવ્રતની મર્યાદા કરી છે, તે હંમેશ તો હિમાલય કે કન્યાકુમારી જતો નથી, તેથી તે પ્રતિજ્ઞા કરે છે કે “હું અમુક દિવસ સુધી ભાવનગરમાં જ રહીશ, તેની બહાર જઈશ નહિ.” તો તેટલા સમય સુધી ભાવનગરની હદની બહારના પ્રદેશમાં અહિંસાનું સર્વ પ્રકારે પાલન હોવાથી તેનું દેશાવકાશિકવ્રત ઉપચારથી મહાવ્રત નામ પામે છે. ૯૫.
૧. જુઓ, શ્લોક ૭૧ નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com