________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદसीमनामित्यत्र “स्मृत्यर्थदयीशां कर्म” इत्यनेन षष्ठी। केषां सीमाभूतानां ? गृहहारिग्रामाणां हारि: कटकं। तथा क्षेत्रनदी दावयोजनानां च दावो वनं कस्यैतेषां सीमाभूतानां ? देशावकाशिकस्य देशनिवृत्तिव्रतस्य ।। ९३।। एवं द्रव्यावधिं योजनावधिं चास्य प्रतिपाद्य कालावधिं प्रतिपादयन्नाह
संवत्सरमृतुमयनं मासचतुर्मासपक्षमृक्षं च।
देशावकाशिकस्य प्राहु: कालावधिं प्राज्ञाः।। ९४ ।। મર્યાદા કહે છે. અહીં “સીનામ’ શબ્દ “મૃ, અર્થ, વય, અને ફૅશ' –એ ધાતુઓના કર્માર્થે છઠ્ઠી વિભક્તિમાં છે. કઈ મર્યાદાભૂત (વસ્તુઓને ) ? “દિશારિરીમાળામ’ ઘર, હારિ (કટક-મથક-સેનાની છાવણી) અને ગામને તથા “ક્ષેત્રની વાવયોજનાનાં ' ક્ષેત્ર, નદી, વન અને યોજનને (આટલા યોજન સુધી). કોની તે મર્યાદાઓ છે? “કેશવશિવસ્ય' દેશાવકાશિક વ્રતની-દેશવિરતી વ્રતની.
ભાવાર્થ :- દેશાવકાશિક વ્રતમાં આવાગમનાદિના ક્ષેત્રની મર્યાદા, કાલ વિભાગથી, કોઈ પ્રસિદ્ધ ઘર, ગલી (છાવણી ), ગામ, ક્ષેત્ર, નદી, વન અને અમુક યોજન (સુધી) દ્વારા કરવામાં આવે છે એમ ગણધરદેવાદિ કહે છે. આ મર્યાદાઓ પોતાની આવશ્યકતાનુસાર પ્રતિદિન યથાશક્તિ કરવામાં આવે છે.
દિવ્રતમાં મર્યાદિત ક્ષેત્ર વિશાળ હોય છે અને તે ક્ષેત્રની બહાર મન-વચનકાયાદિની પ્રવૃત્તિનો ત્યાગ જીવનપર્યત હોય છે, જ્યારે દેશવ્રતમાં મર્યાદિત કરેલું ક્ષેત્ર બહુ નાનું હોય છે અને તે નાના ક્ષેત્રની બહાર આવાગમનાદિ તથા મન-વચન-કાયની પ્રવૃત્તિનો ત્યાગ અમુક દિવસ, મહિનાદિ કાળ-વિભાગથી કરવામાં આવે છે. દિવ્રત કરતાં દેશવ્રતમાં પાપવિરતિનું ક્ષેત્ર બહુ વિશાળ હોય છે. દિવ્રતમાં હિંસાદિ પાપની વિરતિ જીવનપર્યત હોય છે, જ્યારે દેશવ્રતમાં પાપની વિરતિ (ત્યાગ) અમુક કાળમર્યાદાથી હોય છે, આટલો બંનેમાં તફાવત હોય છે. ૯૩.
એ પ્રમાણે તેની (દેશાવકાશિક વ્રતની) દ્રવ્યાવધિ અને યોજનાવધિનું પ્રતિપાદન કરીને (હવે) કાલાવધિનું પ્રતિપાદન કરી કહે છે
દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા
શ્લોક ૯૪ અન્વયાર્થ :- [પ્રજ્ઞા:] ગણધરદેવાદિક બુદ્ધિમાન પુરુષ [ સંવત્સરમ] એક 9. “અધીર્થયેશાં છf ' gifજનીય સૂત્રા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com