________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૩૧ सुखसाधनत्वादनुस्मरणमत्यासक्तिहेतुत्वादतीचारः। अतिलौल्यमतिगृद्धिस्तत्प्रतीकारजातेऽपि पुनः पुनस्तदनुभवाकांक्षेत्यर्थः। अतितृषा भाविभोगोपभोगादेरतिगृद्धया प्राप्त्याकांक्षा। अत्यनुभवो नियतकालेऽपि यदा भोगोपभोगावनुभवति तदाऽत्यासक्त्यानुभवति न पुनर्वेदनाप्रतीकारतयाऽतोऽतीचारः।। ९०।। અતિ આસક્તિનું કારણ હોવાથી તે અતિચાર છે. “તિનૌજ્યમ' વિષયોમાં અતિવૃદ્ધિ રાખવી, વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ તેને વારંવાર ભોગવવાની આકાંક્ષા રાખવી તે અતિલૌલ્ય નામનો અતિચાર છે. “તિતૃષા' આગામી ભોગપભોગાદિની પ્રાપ્તિની અતિગૃદ્ધિપૂર્વક આકાંક્ષા રાખવી તે અતિતૃષા નામનો અતિચાર છે. “સત્યનુમવો' નિયતકાલમાં પણ જ્યારે ભોગ અને ઉપભોગને ભોગવે છે ત્યારે તે અતિ-આસક્તિપૂર્વક ભોગવે છે પણ વેદનાના પ્રતિકારરૂપે તે ભોગવતો નથી તેથી તે અનુભવ નામનો અતિચાર છે.
ભાવાર્થ:- ભોગપભોગપરિમાણ વ્રતના પાંચ અતિચાર
૧. વિષયવિષાનુપક્ષા-વિષયરૂપ વિષની ઉપેક્ષા નહિ કરવી અર્થાત્ સંભોગ પછી પણ વાર્તાલાપ અને આલિંગન દ્વારા તેનો આદર કરવો.
૨. અનુસ્મૃતિ ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું. ૩. અતિલૌલ્ય-વર્તમાનમાં ભોગ ભોગવ્યા છતાં વારંવાર તેને ભોગવવાની ઇચ્છા
કરવી.
૪. અતિતૃષા-ભાવિ ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા કરવી.
૫. અતિઅનુભવ-ભોગ ભોગવવા છતાં, વિષય-વેદનાના પ્રતિકારની ઇચ્છા વિના, અત્યંત આસક્તિથી ભોગવવા.
વિશેષ ભોગપભોગપરિમાણ વ્રતનો ધારક સચિત્ત વસ્તુઓના ત્યાગના અભ્યાસ માટે તે વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ કરે છે. તે દષ્ટિએ શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થ સૂત્રમાં ઉપભોગપરિમાણ વ્રતના નીચે પ્રમાણે પાંચ અતિચાર આપ્યા છે.
સચિત્ત, સચિત્તસંબંધ, સચિત્તમિશ્ર, સચિત્તમિશ્ર, અભિષવ અને દુઃપકવ-એ પાંચ અતિચાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com