________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भोगोपभोगपरिमाणस्येदानीमतीचारानाह
66
૧૦. આજે અમુક વખત સ્નાન કરીશ.
૧૧. અમુક આભૂષણ પહેરીશ.
૧૨. ગાડી, ઘોડા, તાંગા, રેલ, મોટર, સાયકલ આદિ અમુક વાહનનો ઉપયોગ કરીશ.
૧૩. અમુક બિસ્તર, પલંગ આદિનો શયન માટે ઉપયોગ કરીશ.
૧૪. ખુરશી, ટેબલ, બેન્ચ, ગાદી, તકિયા, આદિ અમુક આસનો ઉપયોગમાં લઈશ. ૧૫. સચિત્ત (લીલું શાક) –આજે અમુક શાક ખાઈશ.
૧૬. અન્ય વસ્તુઓ અમુક રાખીશ.
આવી રીતે ભોગ્ય વસ્તુઓનો પણ, તે ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસાને ઘટાડવા માટે, કાલની મર્યાદાથી (નિયમરૂપ ) ત્યાગ કરવો તે વ્રતી માટે યોગ્ય છે.
વળી પુરુષાર્થ સિદ્ધિ–ઉપાયમાં કહ્યું છે કે
“બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા ન છૂટી શકે. તેમાં એક દિવસ, એક રાત, બે દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડે.” (શ્લોક ૧૬૪ની ટીકા )
પ્રથમ કરેલી મર્યાદામાં ફરીથી પણ તે સમયની અર્થાત્ વર્તમાન સમયની પોતાની શક્તિનો વિચાર કરીને દરરોજ મર્યાદામાં પણ થોડી મર્યાદા કરવા યોગ્ય છે.” ( શ્લોક ૧૬૫ની ટીકા )
૨૨૯
“ જે ગૃહસ્થ આ રીતે મર્યાદારૂપ ભોગોથી સંતુષ્ટ થઈને ઘણા ભોગોને છોડી દે છે, તેને ઘણી હિંસાના ત્યાગથી અહિંસાવ્રત થાય છે.
,,
(શ્ર્લોક ૧૬૬ ની ટીકા ) ૮૮. ૮૯.
હવે ભોગોપભોગપરિમાણ વ્રતના અતિચાર કહે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com