________________
૨૨૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( પુષ્પમાળા વગેરે ), તામ્બુલ (પાન-સોપારી, ઇલાયચી આદિ મુખવાસની વસ્તુઓ ), વસન (વસ્ત્ર, ધોતી, ચાદર, પગરખાં, ટોપી, કોટ, ખમીસ વગેરે ), ભૂષણ ( બંગડી, બાાબંધ, કંકણ, કુંડલ, મુકુટ, હા, વીંટી વગેરે ), મન્મથ ( સ્ત્રીભોગ), સંગીત ( નૃત્ય, વાઘ, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટકાદિનું જોવું), ગીત (સ્ત્રીઓનાં ગીત-વસંત રાગ વગેરે) –એ ભોજનાદિ બાર ભોગ-ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ (બે માસ) અને અયન (છ માસ ), આદિ કાલની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો તે નિયમ છે.
વિશેષ
અયોગ્ય ( અભક્ષ્ય ) ભોગોપભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને યોગ્ય (ભક્ષ્ય ) ભોગોપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું જોઈએ. તેના માટે નીચેના ૧૭ નિયમો નિત્ય કરવા જોઈએ
भोजने षट्रसे पाने कुंकुमादि विलेपने । पुष्प ताम्बूल गीतेषु नृतादौ ब्रह्मचर्यके ।। स्नान भूषण वस्त्रादौ वाहने शयनासने । सचित्तवस्तु संख्यादौ प्रमाणं भज प्रत्यहम्।।
૧. આજે અમુક વાર ભોજન કરીશ.
૨. છ રસો–દૂધ, ધી, દહીં, સાકર-ગોળ, મીઠું, તેલમાંથી અમુક રસનો ત્યાગ કરીશ.
૩. શરબત, ચા, જલપાન અમુક વાર કરીશ.
૪.ચંદન, કેશર, તેલ યા કુંકુમાદિનું વિલેપન અમુક વાર કરીશ.
૫. અમુક પ્રકારના પુષ્પોનો અમુક વાર ઉપયોગ કરીશ.
૬. પાન-સોપારી, ઇલાયચી આદિ સ્વાધ ચીજો અમુક વાર ખાઈશ.
૭. આજે ગીત સાંભળીશ કે નહિ.
૮. આજે નાચ દેખીશ કે નહિ.
૯. આજે બ્રહ્મચર્યનું પાલન કરીશ કે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com