________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
युगलं। नियमो भवेत्। किं तत् ? प्रस्त्याख्यानं। कया? कालपरिच्छित्या। तामेव कालपरिच्छितिं दर्शयन्नाह-अद्येत्यादि, अद्येति प्रवर्तमानघटिकाप्रहरादिलक्षणकालपरिच्छित्या प्रत्याख्यानं। तथा दिवेति। रजनी रात्रिरिति वा। पक्ष इति वा। मास इति वा। ऋतुरिति वा मासद्वयं। अयनमिति वा पण्मासा। इत्येवं कालपरिच्छित्या प्रत्याख्यानं। केष्वित्याह-भोजनेत्यादि भोजनं च, वाहनं च घोटकादि, शयनं च पल्यङ्कादि, स्नानं च, पवित्राङ्गरागश्च पवित्रश्चासावङ्गरागश्च कुंकुमादिविलेपनं। उपलक्षणमेदञ्जनतिलकादीनां पवित्रविशेषणं दोषापनयनार्थं तेनौषधाद्यङ्गरागो निरस्तः। कुसुमानि च तेषु विषयभूतेषु। तथा ताम्बूलं च वसनं च वस्त्रं भूषणं च कटकादि मन्मथश्च कामसेवा संगीतं च गीतनृत्यवादित्रत्रयं गीतं च केवलं नृत्यवाद्यरहितं तेषु च विषयेषु अद्येत्यादिरूपं कालपरिच्छित्या यत्प्रत्यारूयानं स नियम इति व्यारूयातम्।।८८-८९।।। [ વાનપરિચ્છિન્યા] કાલ વિભાગથી (કાલની મર્યાદાથી ) [ પ્રત્યારથાન] ત્યાગ કરવો તે (ભોગપભોગપરિમાણ વ્રતમાં) [ નિયમ: ] નિયમ [ ભવેત] છે.
ટીકા :- “મોનનેત્યાદ્રિ' ભોજન, ઘોડા આદિરૂપ વાહન, પલંગ આદિરૂપ શયન, સ્નાન, કેસરાદિના વિલેપનરૂપ પવિત્ર અંગરાગ; આ પવિત્ર અંગરાગ અંજન અને તિલકાદિનું ઉપલક્ષણ છે. અંગરાગ સાથે પવિત્ર વિશેષણ આપવામાં આવ્યું છે તે દોષને દૂર કરવા માટે આપવામાં આવ્યું છે. તેનાથી સદોષ ઔષધ આદિ અંગરાગનું નિરાકરણ થાય છે, અને પુષ્પો-આ વિષયોમાં તથા તાબૂલ (પાન), વસન (વસ્ત્ર), કટકાદિ ( આભૂષણ), મન્મથ (કામસેવન), જેમાં ગીત, નૃત્ય અને વાજિંત્ર એ ત્રણેય હોય એવું સંગીત અને જેમાં નૃત્ય, વાજિંત્ર રહિત એકલું ગીત હોય એવું ગીત-આ બધા વિષયોમાં કાલવિભાગથી જે ત્યાગ કરવામાં આવે છે તે નિયમ છે એમ કહેવામાં આવ્યું છે.
અદ્યત્યાદ્રિ' ચાલુ દિવસમાં એક ઘડી, એક પ્રહરાદિ કાલનું પરિમાણ કરીને ત્યાગ કરવો તે આજનો ત્યાગ છે. એક દિવસ, એક રાત, એક પક્ષ (પખવાડિયું), એક માસ, બે માસ, છ માસ-એ પ્રમાણે કાલવિભાગથી ભોજનાદિનો “પ્રત્યારણ્યાનમ' ત્યાગ કરવો તે ‘નિયમ: ભવેત' નિયમ કહેવાય છે.
- ભાવાર્થ :- ભોજન, વાહન (રથ, ઘોડા, પાલખી, મોટર વગેરે), શયન (ખાટ, પલંગ, ગાદી-તકિયા, રજાઈ વગેરે), સ્નાન (ગરમ જલ, ચોકી આદિ સાધન), પવિત્ર અંગરાગ (સાબુ, તેલ, અત્તર, ફુલેલ આદિ સુગંધિત વસ્તુઓથી વિલેપનાદિ), કુસુમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com