________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
૨૨૩
પણ જ્ઞાનીને તે ભૂમિકામાં અકષાયસ્વભાવના આલંબન અનુસાર એ વસ્તુનો રાગ ઉત્પન્ન થતો નથી; તેથી ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘૫૨નો ત્યાગ કર્યો’ એમ કહેવામાં આવે છે.
વિશેષ
જે ચીજો ખાવા યોગ્ય હોય અને તેમાં જીવહિંસાનો પણ અભાવ હોય પરંતુ કોઈ કારણવશાત્ પોતાને અનુકૂળ ન હોય, હાનિકારક હોય તો તેવી ચીજો અનિષ્ટ છે, જેમકે ખાંસીના ૨ોગીને ઘી-દૂધ હાનિકારક છે, અનિષ્ટ છે. વાતના દરદીને ભાત, અડદની દાળ વગેરે અનિષ્ટ છે, કફના દરદીને ખાંડની ચીજો અનિષ્ટ છે તથા જે પદાર્થ ખાવાથી પ્રમાદ, આલસ્ય, નિંદ્રા વગેરે ઉત્પન્ન થાય; સ્વાધ્યાય, સામાયિક આદિ ધર્મધ્યાનમાં બાધા આવે તે સર્વ પદાર્થો ભક્ષ્ય હોવા છતાં પોતાને માટે અનિષ્ટ છે.
જે ચીજો અનિષ્ટ ન હોય તથા હિંસાજનક પણ ન હોય, પરંતુ અનંતકાય અને અભક્ષ્ય હોવાથી ડુંગળી, લસણ આદિ ચીજોનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. તો તેવી ચીજો અનુપસેવ્ય છે અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી.
આ પ્રમાણે જે પદાર્થો ભક્ષ્ય હોય-ખાવા યોગ્ય હોય અને જીવહિંસાની રહિત હોય, પરંતુ પોતાને માટે અનિષ્ટ હોય અને ઉચ્ચ કુલીનજનો માટે અનુપસેવ્ય હોય તો વ્રતધારીએ તેવા પદાર્થોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
શ્લોક ૮૪-૮૫-૮૬ નો સારાંશ
નીચેના પાંચ પ્રકારના પદાર્થોનો વ્રતી એ સર્વથા ત્યાગ કરવો જોઈએ
૧. ત્રસજીવોનો ઘાત થાય તેવા પદાર્થ-માંસ, મધુ, દારૂ, પાંચ ઉદુમ્બર ફળ આદિ.
૨. બહુ સ્થાવર જીવોનો ઘાત થાય તેવા પદાર્થો-સાધારણ વનસ્પતિ, કંદ-મૂળાદિ, નીમ અને કેતકીનાં ફૂલ આદિ.
૩. પ્રમાદને યા નશાને ઉત્પન્ન કરે તેવી ચીજો-દારૂ, અફીણ, ભાંગ, ગાંજો, તમાકુ વગેરે.
૪. પોતાને માફક ન આવે તેવી અનિષ્ટ ચીજો.
૫. અનુપસેવ્ય ચીજો-શિષ્ટજનોમાં સેવન કરવા યોગ્ય ન હોય તેવી ચીજો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com