________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ___'यदनिष्टं' उदरशूलादिहेतुतया प्रकृतिसात्म्यकं यन्न भवति ‘तव्रतयेत्' व्रतनिवृत्तिं कुर्यात् त्यजेदित्यर्थः। न केवलमेतदेव व्रतयेदपितु ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात् '। यच्च यदपि गोमूत्र - करभदुग्ध - शंखचूर्ण - ताम्बूलोद्गाललाला - मूत्र - पुरीष - श्लेष्मादिकमनुपसेव्यं प्रासुकमपि शिष्टलोकानामास्वादनायोग्यं एतदपि जह्यात् व्रतं कुर्यात्। कुत एतदित्याह- 'अभिसन्धीत्यादि अनिष्टतया अनुपसेव्यतया च व्यावृत्तेर्योग्यद्विषयादभिसन्धिकृताऽभिप्रायपूर्विका या विरतिः सा यतो व्रतं મવતિ ૮દ્દા
[મ વૃત્વા] અભિપ્રાયપૂર્વક કરેલો [વિરતિ ] ત્યાગ તે [ d]વ્રત [ મવતિ] છે.
ટીકા - “નિદ' પેટમાં ચૂંક આદિ આવવાના કારણે જે પ્રકૃતિને માફક ન આવે તેવી વસ્તુ અનિષ્ટ છે, “તવ્રતયેત' તેનાથી (તેવી અનિષ્ટ ચીજથી) નિવૃત્તિ કરવી જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ તેવો અર્થ છે. ફક્ત તેનો જ ત્યાગ કરવો એટલું જ નહિ, કિન્તુ “યુવીનુપસેવ્યમેતવા નહ્યા' ગોમૂત્ર (ગાયનું મૂતરી, ઊંટડીનું દૂધ, શંખચૂર્ણ, પાન ખાઈને બહાર કાઢેલી લાળ, મૂત્ર, વિષ્ટા, લીંટ આદિ પ્રાસુક હોવા છતાં શિષ્ટજનોને (સજ્જનોને) સ્વાદ કરવા યોગ્ય ન હોય એવી અનુપસેવ્ય (નહિ સેવન કરવા યોગ્ય ) વસ્તુઓનો પણ ત્યાગ કરવો જોઈએ-તેનાથી નિવૃત્તિ કરવી જોઈએ. શા માટે? તે કહે છે- ‘મિસ ક્વીત્યાદ્રિ' અનિષ્ટ અને અનુપસેવ્ય હોવાથી છોડવા યોગ્ય વિષયથી અભિપ્રાયપૂર્વક જે વિરતિ (નિવૃત્તિ) થાય છે. તે વ્રત છે.
ભાવાર્થ - જે વસ્તુ શારીરિક પ્રકૃતિને વિરુદ્ધ હોય, રોગાદિકને વધારનારી હોય, પ્રકૃતિને માફક આવતી ન હોય, (જેમ ખાંસીવાળા દરદીને ખાંડ વગેરે માફક ન હોય તેમ) તે અનિષ્ટ છે અને શિષ્ટ- જનોને જે સેવન કરવા યોગ્ય નથી તેવી ચીજો જેવી કે ગોમૂત્ર, વિષ્ટા, લીંટ આદિ અનુપસેવ્ય છે. તે બંને પ્રકારની અનિષ્ટ અને અનુપસેવ્ય ચીજોનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે સેવન કરવા યોગ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો તેને જ વ્રત કહે છે.
આવા વ્રતો સમ્યગ્દષ્ટિ સહિત પંચમ ગુણસ્થાને હોય છે. એ વ્રતોમાં “પરવસ્તુને છોડવાનું કથન” તેનો અર્થ એવો નથી કે પરવસ્તુ ગ્રહી યા છોડી શકાય છે;
१. 'अभिसन्धीत्यादिअनिष्टतया अनुपसेव्यतया च व्यावृत्तेर्योग्याद् विषयाद्' इति पंक्तिः ध प्रतौ नास्ति।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com