________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદવૃત્વ ત્યા? “કૃતવરિતાનુમો.' યમર્થ:- હિંસાવીનાં મનસા कृतकारितानुमोदैस्त्यागः। तथा वचसा कायेन चेति। केषां तैस्त्यागो महाव्रतं ? 'महतां' प्रमत्तादिगुणस्थानवर्तिनां विशिष्टात्मनाम्।।७२।। इदानीं दिग्विरतिव्रतस्यातिचारानाह
ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाता: क्षेत्रवृद्धिरवधीनाम्।
विस्मरणं दिग्विरतेत्याशां: पञ्च मन्यन्ते।।७३।। વળી તેથી પણ શી રીતે ત્યાગ ? “વૃતવરિતાનુમોઢ્યા :' કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. અર્થ એ છે કે હિંસાદિનો (પાંચ પાપોનો ) મનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ, વચનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ અને કાયથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. તેમનાથી (કૃત, કારિત અને અનુમોદનાદિ નવ કોટિથી ત્યાગરૂપ મહાવ્રત કોને હોય છે? “મદતામ' પ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી વિશિષ્ટ મહાત્માઓને. (હિંસાદિ પાંચ પાપોનો કૃત, કારિત અને અનુમોદના આદિ નવ કોટિથી ત્યાગ કરવો-તે મહાવ્રત છે.)
ભાવાર્થ - મન, વચન, કાય તથા કૃત, કારિત, અનુમોદનાના ભાવથી–એ નવ વિકલ્પોથી અર્થાત મનથી કૃત, કારિત, અનુમોદના ભાવથી, વચનથી કૃત, કારિત, અનુમોદનાભાવથી અને કાયથી કૃત, કારિત, અનુમોદનાભાવથી-એમ નવ કોટિથી હિંસાદિક પાપોનો પરિત્યાગ કરવો તે મહાવ્રત કહેવાય છે. તે મહાવ્રત પ્રમત્તસયત નામના છઠ્ઠી ગુણસ્થાનથી જ હોય છે કેમકે તેમને કષાયની ત્રણ ચોકડીનો અભાવ હોય છે.
દિવ્રતધારીઓને પણ મર્યાદા બહાર પાંચ પાપોનો નવ કોટિથી ત્યાગ હોય છે; પરંતુ તેમનો તે ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ નથી, કારણ કે તેમના મહાવ્રતને વિકૃત કરે યા ઘાતે તેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભનો ઉદય નિમિત્ત હોય છે. તેથી દિવ્રતધારીઓને કરેલી મર્યાદાની બહાર પાંચ પાપોનો ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ હોતો નથી પરંતુ તે ઉપચરિત મહાવ્રતરૂપ હોય છે. (વધુ માટે જાઓ, શ્લોક ૭૧ નો ભાવાર્થ.) ૭૨. હવે દિગ્વિરતિ વ્રતના અતિચાર કહે છે
દિગ્વિરતિ વ્રતના અતિચાર
શ્લોક ૭૩ અન્વયાર્થ - અજાણતાથી અથવા પ્રમાદથી [ રસ્તાવિર્ય વ્યતિપાતા:]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com