________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર घातत्रयं वा सहस्व, द्रव्यं वा सर्व देहि। तेन च पर्यालोच्य गोमयं खादितुमारब्धं । तदशक्तेन मुष्टिघातः सहितुमारब्धः। तदशक्तेन द्रव्यं दातुमारब्धं। एवं दण्डत्रयमनुभूय मृत्वातिलोभवशाद्राजकीयभांडागारे' अगंधनसर्पो जातः। तत्रापि मृत्वा दीर्घसंसारी जात इति द्वितीयाव्रतस्य। तापसश्चौर्याबहुदुःखं प्राप्तः।
इत्यस्य कथा वत्सदृश कौशाम्बीपुरे राजा सिंहरथी राज्ञी विजया। तत्रैकश्यौर: कौटिल्येन तापसो भृत्वा परभूमिमस्पृशदवलम्बमान शिक्यस्थो दिवसे पंचाग्निसाधनं करोति। रात्रौ च कौशांबी मुपित्वा तिष्ठति। एकदा महाजनान्मुष्टं नगरमाकर्ण्य राज्ञा कोट्टपालो भणितो रे सप्तरात्रमध्ये चौरं निजशिरो वाऽऽनय। ततश्चौरमलभमानઅથવા ૩. સર્વ ધન આપી દે.”
તેણે વિચાર કરીને પહેલાં છાણ ખાવાનું શરૂ કર્યું. તે ખાઈ નહિ શકવાથી મુક્કામાર સહન કરવાનું શરૂ કર્યું. તે સહન નહિ થવાથી દ્રવ્ય આપવું આરંભ્ય. તેમ કરવા અશક્ત હોવાથી તેણે છાણનું ભક્ષણ કર્યું અને વળી મુક્કા-માર પણ ખાધો.
એ રીતે ત્રણ શિક્ષાઓ ભોગવી તે મરણ પામ્યો અને અતિ લોભના લીધે રાજાના ભાંડાગારમાં અંગધન જાતિનો સાપ થયો. ત્યાંથી પણ મરીને દીર્ઘ સંસારી થયો.
એ પ્રમાણે દ્વિતીય અવ્રતની કથા છે. ૨. તાપસ ચોરીને લીધે બહુ દુઃખ પામ્યો.
૩. તાપસની કથા વત્સદેશમાં કૌશામ્બી પુરીનો રાજા સિંહસ્થ હતો. તેની રાણીનું નામ વિજ્યા હતું. ત્યાં એક ચોર કપટથી તાપસ બનીને બીજાની ભૂમિને નહિ સ્પર્શ કરતા એવા લટકતા સીંકા પર બેસી દિવસે પંચાગ્નિ તપ કરતો હતો અને ત્યાં કૌશામ્બીમાં ચોરી કરીને રહેતો હતો.
એક દિવસ મહાજન પાસેથી નગરને લુંટાયેલું સાંભળીને રાજાએ કોટવાળને કહ્યું, રે, સાત રાતની અંદર ચોરને લાવ કે તારા મસ્તકને હલાવો.”
૨. મધ ઘા ૨. મરક્યુશન વિનમ્યવાન ઘા રૂ. તન્નાર ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com