________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદभणित्वा तानि याचयित्वा च शीघ्रमागच्छेति। ततस्तया गत्वा याचितानि। तद्ब्राह्मण्या च पूर्व सुतरां निषिद्धया न दत्तानि। तद्विलासिन्या चागत्य देवीकणे कथितं सा न ददातीति। ततो जितमुद्रिकां तस्य साभिज्ञानं दत्त्वा पुन: प्रेषिता तथापि तया न दत्तानि। ततस्तस्य कर्तिकायज्ञोपवीतं जितं साभिज्ञानं दत्तं दर्शितं च तया। ब्राह्मण्या तद्यर्शनात्तुष्टया भीतया च समर्पितानि माणिक्यानि तद्विलासिन्याः। तया च रामदत्तायाः समर्पितानि। तया च राज्ञो दर्शितानि। तेन च बहुमाणिक्यमध्ये निक्षेप्याकार्य च ग्रहिलो भणितः रे निजमाणिक्यानि परिज्ञाय गृहाण। तेन च तथैव गृहीतेषु तेषु राज्ञा रामदत्तया च वणिक्पुत्रःप्रतिपन्नः। ततो राज्ञा सत्यघोष: पृष्ट:- इदं कर्म त्वया कृतमिति। तेनोक्तं देव! न करोमि, किं ममेदृशं कर्तुं युज्यते ?। ततोऽतिरुष्टेन तेन राज्ञा तस्य दण्डत्रयं कृतं। गोमयभृतं भाजनत्रयं भक्षय, मल्लमृष्टि
પછી નિપુણમતિએ જઈને તે (રત્નો) માગ્યાં, પહેલાં તો તે બ્રાહ્મણીએ બહુ નકાર કરી તે આપ્યાં નહિ. તે દાસી સ્ત્રીએ આવીને રાણીના કાનમાં કહ્યું, “તે આપતી નથી.” પછી તેના ઓળખાણ ચિહ્ન તરીકે પુરોહિતની જીતેલી વીંટી આપીને તેને ફરીથી મોકલી. છતાં તેણે ન આપ્યાં. પછી તેનું ચપ્પ અને જનોઈ જીતી લીધેલાં તે તેના ઓળખાણ-ચિહ્ન તરીકે આપ્યાં અને તે (બ્રાહ્મણી) ને બતાવ્યાં. તે જોઈને તે દુષ્ટ બ્રાહ્મણીએ “નહિ આપું તો પુરોહિત ગુસ્સે થશે” એવા ભયથી તે રત્નો તે વિલાસિની-દાસીને દીધાં, અને દાસીએ રામદત્તાને સોંપ્યાં. તેણે રાજાને બતાવ્યાં. રાજાએ તે રત્નોને બહુ રત્નોમાં ભેળવ્યાં અને પાગલને બોલાવી કહ્યું, “રે, તારાં પોતાનાં રત્નો ઓળખીને લઈ લે.”
તેણે તે જ (પોતાનાં જ રત્ન) ગ્રહણ કર્યા, ત્યારે રાજા અને રાણીએ તેને વણિકપુત્ર શેઠ તરીકે સ્વીકાર્યો. અર્થાત ત્યારે તેઓએ જાણ્યું કે તે પાગલ નથી પણ વણિકપુત્ર છે.
પછી રાજાએ સત્યઘોષને પૂછ્યું, “તે આ કાર્ય કર્યું છે?”
તેણે કહ્યું, “દેવ! મેં કર્યું નથી. શું મને આવું કરવું યોગ્ય છે?” પછી બહુ ગુસ્સે થયેલા રાજાએ તેને ત્રણ શિક્ષાઓ કરી.
“૧. ત્રણ થાળી છાણનું ભક્ષણ કર. ૨. મલ્લના મુક્કાઓનો માર સહન કર,
૧. દયા તથા ઘા ૨. ત્વયા તે વિ ન
નિતિ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com