________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૮૫ समीपे चिंचावृक्षमारुह्य पश्चिमरात्रे पूत्कारं कुर्वन् षण्मासान् स्थितः। तां पूत्कृतिसाकर्ण्य रामदत्तया भणितः सिंहसेनः- देव! नायं पुरुषः ग्रहिलः। राज्ञापि भणितं किं सत्यधोषस्य चौर्यं संभाव्यते ?। पुनरुक्तं राझ्या देव! संभाव्यते तस्य चोर्य यतोऽयमेतादृशमेव सर्वदा वचनं ब्रवीति। एतदाकर्ण्य भणितं राज्ञा यदि सत्यघोषस्यैतत् संभाव्यते तदा त्वं परीक्षयेति। लब्धादेशया रामदत्तया सत्यघोषो राजसेवार्थमागच्छनाकार्य पृष्ट:- किं बृहद्वेलायामागतोऽसि ? तेनोक्तं-मम ब्राह्मणीभ्राताद्य प्राधूर्णक: समायातस्तं भोजयतो बृहद्वेला लग्नेति। पुनरप्युक्तं तया-क्षणमेकमत्रोपविश। ममातिकौतुकं जातं। अक्षक्रीडां कुर्मः। राजापि तत्रैवायगतस्तेनाप्येवं कुर्वित्युक्तं। ततोऽक्षद्यूते क्रीडया संजाते रामदत्तया निपुणमतिविलासिनी कर्णे लगित्वा भणिता सत्यघोष: पुरोहितो राज्ञीपार्वे तिष्ठति तेनाहं ग्रहिलमाणिक्यानि याचितुं प्रेषितेति तद्ब्राह्मण्यग्रे અને રાજગૃહની નજીકમાં એક આમલીના વૃક્ષ ઉપર ચડીને છ મહિના સુધી પાછલી રાત્રે તેમ પોકારતો રહ્યો. તેના પોકાર સાંભળીને રામદત્તાએ સિંહસેનને કહ્યું, દેવ! આ માણસ પાગલ નથી.”
રાજાએ પણ કહ્યું, “શું સત્યઘોષને ચોરી સંભવે છે?” રાણીએ ફરીથી કહ્યું, “દેવ! તેને ચોરી સંભવે છે” કારણ કે એ (માણસ) સદા આવું જ વચન બોલે છે.”
એ સાંભળી રાજાએ કહ્યું, “જો સત્યઘોષને ચોરી સંભવતી હોય તો તમે પરીક્ષા
કરો.”
આદેશ પ્રાપ્ત કરીને રામદત્તાએ રાજસેવા માટે આવતા સત્યઘોષને બોલાવી પૂછયું, આટલા બધા મોડા કેમ આવ્યા છો?”
તેણે કહ્યું, “મારી બ્રાહ્મણીનો ભાઈ આજે મહેમાન તરીકે આવ્યો હતો, તેને જમાડતાં બહુ વખત લાગ્યો.”
રાણીએ ફરીથી કહ્યું, “થોડીક વાર અહીં બેસો, મને ઘણું કૌતુક થયું છે. આપણે અક્ષક્રીડા કરીએ (ચોપાટ ખેલીએ).” રાજા પણ ત્યાં આવી ગયો. તેણે પણ “એમ કરો” એમ કહ્યું.
પછી જ્યારે જુગાર રમાતો હતો, ત્યારે રામદત્તા રાણીએ નિપુણમતિ નામની સ્ત્રીને કાને લગાડી (કાનમાં) કહ્યું, “સત્યઘોષ પુરોહિત રાણી પાસે બેઠો છે, તેણે મને પાગલનાં રત્નો માગવા મોકલી છે, એમ તેની બ્રાહ્મણીની આગળ કહીને તે (રત્નો) માગીને જલદી આવ.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com