________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
રત્નકરણ્ડકર શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદधृत्वा पस्तीरे द्रव्यमुपार्जयितुं गतः । तत्र च तदुपार्ण्य व्याघुटितः स्फुटितप्रवहण एकफलकेनोत्तीर्य समुद्रं धृतमाणिक्यवांछया सिंहपुरे सत्यघोषसमीपमायातः। तं च रंकसमानमागच्छन्तमालोक्य तन्माणिक्यहरणार्थिना सत्यघोषेण प्रत्ययपूरणार्थ समीपोपविष्टपुरुषाणां कथितं । अयं पुरूपः स्फुटितप्रवहणः ततो ग्रहिलो जातोऽत्रागत्य ' माणिक्यानि याचिप्यतीति । तेनागत्य प्रणम्य चोक्तं भो सत्यघोषपुरोहित ! ममार्थोपार्जनार्थं गतस्योपार्जितार्थस्य' महाननर्थो जात इति मत्वा यानि मया तव रत्नानि धर्तु समर्पितानि तानीदानीं प्रसादं कृत्वा देहि, येनात्मानंस्फुटितप्रवहणात गतद्रव्यं समुद्धरामि। तद्वचनमाकर्ण्य कपटेन सत्यघोषेण समीपोपविष्टा जना भणिता मया प्रथमं यद् भणितं तद् भवतां सत्यं जातं । तैरुक्तं भवन्त एव जानन्त्ययं ग्रहिलोऽस्मात् स्थानान्निःसार्यतामित्युक्त्वा तैः समुद्रदत्तो गृहान्निः सारितः ग्रहिल इति भण्यमानः। पत्तने पूत्कारं कुर्वन् ममानध्यपंचमाणिक्यानि सत्यघोषेण गृहीतानि । तथा राजगृह
ત્યાં તે કમાઈને પાછો ફરતો હતો ત્યારે (રસ્તામાં) તેનું વહાણ ભાંગ્યું. તે લાકડાના એક પાટિયાની મદદથી સમુદ્ર તરી ગયો અને રાખેલા માણિક્ય લેવાની ઈચ્છાથી સિંહપુરમાં સત્યઘોષ પાસે આવ્યો. તેને એક ગરીબ જેવો આવતો જોઈને, તે માણિક્યને લઈ લેવાની (હડપ કરવાની ) ઈચ્છા કરતા સત્યઘોષે, વિશ્વાસ બેસાડવા માટે પોતાની પાસે બેઠેલા પુરુષોને કહ્યું, “આ પુરુષનું વહાણ તૂટી જવાથી તે પાગલ થઈ ગયો છે, તે અહીં આવીને માણેક ( રત્નો ) માગશે.”
તે આવ્યો અને પ્રણામ કરીને બોલ્યો, “રે સત્યઘોષ પુરોહિત ! હું ધન કમાવા સારુ ગયેલો, પરંતુ ધન કમાઈને આવતાં મારા ૫૨ ઘણું સંકટ આવી પડયું, એમ જાણીને મેં તમને જે રત્નો સાચવવા સોંપ્યાં હતાં તે હવે મહેરબાની કરીને મને આપો; જેથી વહાણ ભાંગવાથી દ્રવ્યહીન થયેલી મારી જાતનો હું ઉદ્ધાર કરું.”
તે વચન સાંભળીને કપટથી સત્યઘોષે સમીપ બેઠેલા લોકોને કહ્યું, “ જીઓ, મેં તમને પહેલાં જે વાત કહી હતી તે સત્ય નીકળી.”
તેમણે કહ્યું, “ આ પાગલ છે તે આપ જાણો છો. આ સ્થાનેથી તેને કાઢી મૂકો.”
એમ બોલીને સમુદ્રદત્તને તેઓએ પાગલ કહી કાઢી મૂક્યો. નગરમાં પોકારીને તે (સમુદ્રદત્ત ) કહેવા લાગ્યો કે “સત્યઘોષે મારાં પાંચ અમૂલ્ય રત્નો લઈ લીધાં છે.”
१. ऽत्रागत्य मां रत्नानि घ। २. गतस्योपार्जितार्थस्यापि घ । રૂ.પટોપેતસત્ય ઘા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com